માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે કારખાનામાં પત્ની સાથે બોલાચાલી-ઝઘડા બાદ યુવાને ન કરવાનું કર્યું


SHARE









મોરબીના ઊંચી માંડલ પાસે કારખાનામાં પત્ની સાથે બોલાચાલી-ઝઘડા બાદ યુવાને ન કરવાનું કર્યું

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સીરામીક કારખાનામાં રહેતા યુવાનને તેની પત્ની સાથે બોલાચાલીને ઝઘડો થયો હતો ત્યારબાદ તેને લાગી આવતા તેણે પોતાના લેબર કવાર્ટરની અંદર સાડી વડે ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજકુમાર શતરંજનસિંહ (૨૨) નામના યુવાને લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટનું સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ યુવાનને લાગી આવતા આ પગલું ભર્યું છે તેવું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઇલેક્ટ્રીક શોર્ટ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા હેતલબેન સંજયભાઈ રોજાસરા (૨૫) નામના મહિલાને ઘરે હતા ત્યારે ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને બનાવની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા નવઘણભાઈ માત્રાભાઈ ગોલતર (૫૫) નામના આધેડ તેઓના ઘર પાસે હતા ત્યારે ત્યાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને બનાવની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News