માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની બે રેડ: ચાર જુગારી ૧૯,૫૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબીમાં જુગારની બે રેડ: ચાર જુગારી ૧૯,૫૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના દાઉદી પ્લોટ વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગ સહિત બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૯,૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દાઉદી પ્લોટ શેરી નંબર-૧ માં આવેલા ડાયમંડ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જુગાર રમતા હોવાની હકીકત હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા શાહબુદીન રેહમતુલાભાઈ સુરાણી જાતે ખોજા (૬૧) રહે. ડાયમંડ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૭૦૨ દાઉદી પ્લોટ મોરબી અને મોન્ટુભાઈ બહાદુરઅલી જીવાણી જાતે ખોજા (૩૫) રહે. દાઉદી પ્લોટ શેરી નં-૨ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૭૦૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબીમાં કુવાડીયા પીરની દરગાહ પાસે કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપર ચલણી નોનથી જુગાર રમતા ઇમરાનભાઈ મુસાભાઇ કુરેશી જાતે મતવા (૩૧) રહે. વીસીપરા કુલીનગર-૧ મોરબી અને સોહિલભાઈ રસુલભાઈ સુમરા જાતે સંધિ (૨૨) રહે. વીસીપરા ચાર ગોડાઉન પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨,૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે જુદાજુદા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News