માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

હળવદમાં કારખાનેદાર વૃદ્ધ-કડિયાણામાં બેકાર યુવાનને અણધાર્યા પગલાં ભર્યા


SHARE









હળવદમાં કારખાનેદાર વૃદ્ધ-કડિયાણામાં બેકાર યુવાનને અણધાર્યા પગલાં ભર્યા

હળવદના શ્રીજી નગરમાં શ્રીજી વોશિંગ પ્લાન્ટમાં લોખંડની એંગલ સાથે પ્લાસ્ટિકની દોરી બાંધીને વૃદ્ધ કારખાનેદારે આપઘાત કર્યો હતો આવી જ રીતે કડિયાણા ગામે રહેતા અને કોઈ કામધંધો નહિ કરતાં યુવાનને તેના પિતાએ ઠપકો આપતા તેને આપઘાત કરી લીધો હતો જે બંને બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના શ્રીજી નગર-૧ માં સાંદિપની હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ શ્રીજી વોશિંગ પ્લાન્ટ વાળા પ્રેમજીભાઈ છગનભાઈ મોરી જાતે દલવાડી (૫૯) નામના વૃદ્ધે શ્રીજી વોશિંગ પ્લાન્ટમાં લોખંડની એંગલ સાથે પ્લાસ્ટિકની દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો દીકરો ધર્મેશભાઈ પ્રેમજીભાઈ મોરી (૩૫) રહે. સ્વામિનારાયણ નગર હળવદ વાળો સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની તેના દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જયારે આપઘાતનો બીજો બનાવ હળવદ તાલુકાના કડીયાણા ગામે બનેલ છે જેમાં નરેશ નાગરભાઈ પરમાર (૩૫) નામના યુવાને કોઈ કામધંધો ન કરતો હોય પોતાની પત્ની પાસે પૈસા માંગ્યા હતા અને ત્યારે પત્નીએ પૈસા આપ્યા ન હતા અને તે બાબતે તે યુવાન તેના પિતાને ફરિયાદ કરવા માટે ગયો હતો ત્યારે પિતાએ ઠપકો આપતા યુવાનને લાગી આવ્યું હતું અને તેને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી કરીને તેના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News