મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી નજીક ગોડાઉનમાંથી કરોડોનો દારૂ પકડવાના ગુનામાં વધુ બે ની ધરપકડ: હળવદના કુખ્યાત બુટલેગરનું નામ ખૂલ્યું


SHARE















મોરબી નજીક ગોડાઉનમાંથી કરોડોનો દારૂ પકડવાના ગુનામાં વધુ બે ની ધરપકડ: હળવદના કુખ્યાત બુટલેગરનું નામ ખૂલ્યું

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરીને ૧.૫૧ કરોડ રૂપિયાનો દારૂ તેમજ બે ટ્રકબે બોલેરો અને એક હોન્ડા સિટી કાર સહિત કુલ મળીને ૨.૨૦ કરોડનો મુદામાલ કબ્જે કરીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે ગુનામાં પોલીસે હાલમાં વધુ બે આરોપીને પકડ્યા છે અને તપાસ દરમ્યાન હાલમાં હળવદ તાલુકાનાં કુખ્યાત બુટલેગરનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

લાલપર ગામ પાસે છેલ્લા પાંચ મહિનાથી ગોડાઉનને ભાડે રાખીને અમદાવાદનો લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ તેના રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે ભાગીદારો સાથે દારૂનો ધંધો કરતો હતો અને ત્રણ જીલ્લામાં દારૂની સપલાઈ કરવામાં આવી રહી હતી આ ગુનામાં પોલીસે રેડ કરી હતી ત્યારે ગોડાઉનના મેનેજર રમેશ પુંજા પટણી અને ત્યાં કામે રાખવામા આવેલ મજૂરો સહિત કુલ ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને માલ મંગાવનારા જીમિત શંકરભાઈ પટેલ સહિત કુલ મળીને ૨૧ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો

જે તે સમયે લાલપર ગામે રેડ કરી હતી ત્યારે ૧,૫૧,૧૦,૩૪૦ ની કિંમતની ૬૧૧૫૨ દારૂની બોટલઅઢી લાખની રોકડ૭૦ હજારની કિંમતના ૧૦ મોબાઈલ ફોનબે ટ્રકબે બોલેરો પીકઅપ વાહનએક કાર મળી ૬૬.૫૦ લાખ અને કુલ મળીને ૨,૨૦,૯૦,૪૪૦ નો મુદામાલા કબ્જે કરવામાં આવ્યો હતો જો કેમાલ મંગાવનારા અમદાવાદનો બુટલેગર જીમિત શંકરભાઈ પટેલ તેમજ તેના બે ભાગીદાર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સહિતના ૧૧ આરોપીઓ આ ગુનામાં પકડવાના બાકી હતા તેવામાં જેના નામની ગાડી હતી તે આરોપી યુવરાજસિંહ પરમાર રહે. દેવળીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા અને તેની પૂછપર્ચમાં તેના નામે ગાડી કલ્પેશ જયંતિભાઈ ઘારા અને તેના ભાઈ વિજય જયંતિભાઈ ઘારાએ લીધી હતી જેથી કરીને આ આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા

હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અજીતસિંહ પરમાર દ્વારા આરોપી કલ્પેશ જયંતીભાઈ અઘારા જાતે પટેલ (૨૮) રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળાની નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી અટકાયત કરવામાં આવેલ છે અને આ આરોપીને મોરબી જિલ્લા એસઓજીના પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોય તેમને સોંપવામાં આવ્યો છે આવી જ રીતે મોરબી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા આસિફ મન્સૂર મીર જાતે મુસ્લિમ (૪૬) રહે. જોગાસર રોડ વાલબાઈની જગ્યા પાછળ ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વધુમાં આ કેસની તપાસ કરી રહેલા પીઆઇ એમ.પી પંડ્યા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, કલ્પેશ અને વિજય બંને યુવરાજસિંહના નામે ગાડી લઈ આવ્યા હતા અને તેઓ આ ગાડીનો ઉપયોગ દારૂની હેરફેરીમાં કરતાં હતા અત્રે ઉલેખનીય છે કે, આરોપી વિજય અગાઉ પણ મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયેલ છે અને તે દારૂના ગુનામાં વોંટેડ પણ છે વધુમાં મળી રહેલ માહિતી મુજબ હાલમાં પકડાયેલ આરોપી આશોફ અને શબીર બંને રમેશભાઈ મુંધવા પાસેથી ગાડી લઈને આવ્યા હતા અને તેનો ઉપયોગ દારૂની હેરફેરીમાં કરતાં હતા જો કે, હજુ જે આરોપીને પક્દ્વના બાકી છે તેને પકડવામાં આવશે ત્યાર પછી અનેક ખુલાશા થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના લખધીરનગર નવાગામ ખાતે રહેતા પ્રભુભાઈ દેત્રોજા (૬૪) નામના વૃદ્ધ લક્ષ્મી એસ્ટેટના ગેટ પાસેથી નવાગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ બોલેરો ગાડીના ચાલકે તેઓને ટક્કર મારતા અકસ્માત થયો હતો જેમાં તેઓને ઇજા થતાં સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News