માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

ટંકારાના બોલેરો ચોરીના ગુન્હામાં આરોપીની ધરપકડ


SHARE









ટંકારાના બોલેરો ચોરીના ગુન્હામાં આરોપીની ધરપકડ

ટંકારાના બોલેરો ચોરીના ગુન્હામાં પાંચ વર્ષથી આરોપી ફરાર હતો તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી અને હાલમાં આરોપીની બનાસકાંઠા જિલ્લામાંથી ધરપકડ કરીને ટંકારા પોલીસને આરોપી સોપવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૯ માં ટંકારા તાલુકમાંથી બોલેરો ગાડીની ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને હાલમાં મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે બનાસકાંઠા જિલ્લામાં દાતા પોલીસ મથક વિસ્તારમાં ચેકડેમ બનાવવાની સાઇટ ઉપર આરોપી અર્જુનસિંહ ગુલાબસિંહ રાજપૂત (૨૮) રહે. ડેડૂસર, બાડમેર, રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને ટંકારા તાલુકા પોલીસ હવાલે કરેલ છે

બાળક સારવારમાં 

મોરબી નજીકના સરતાનપર રોડ ઉપર આવેલ ઇટાલિક સીરામીક કારખાનામાં રહેતા રણજીતસિંહ જસવીરસિંહ (૧૩) નામના બાળકને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અજાણ્યા સાધન વડે માર મારીને ઇજા કરવામાં આવતા ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને  આવ્યા હતા  ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આંગળી વધુ તપાસ એલ.આર. ચૌહાણ ચલાવી રહ્યા છે




Latest News