મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે ટ્રક ચાલકે હડફેટે લેતા પગપાળા જઈ રહેલા યુવાનનું મોત


SHARE











મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે ટ્રક ચાલકે હડફેટે લેતા પગપાળા જઈ રહેલા યુવાનનું મોત

મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક રહેતો યુવાન મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ઉમા ટાઉનશિપ નજીક રહેતા જગદીશભાઈ ડાયાભાઈ ધામેચા (૩૦) નામનો યુવાન મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેને હડફેટે લેતા ગંભીર ઇજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એચ.એમ, મકવાણા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા કંજારીયા પીતાંબરભાઈ વિશાભાઈ નામના વ્યક્તિ સાયકલ લઈને સેન્ટ મેરી સ્કૂલ ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તેઓ પડી જતા તેઓને ઈજા થઈ હતી અને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ પી.જે. પરમાર ચલાવી રહ્યા છે






Latest News