મોરબીના રવાપર ગામે રઘુ હાઇટસના ફલેટમાં જુગારની રેડઃ 6 જુગારી 1.27 લાખના મુદામાલ સાથે ઝડપાયા
મોરબીના લખધીરપુર રોડ ઉપર સિરામિક કારખાનામાંથી 18 ઇલેક્ટ્રીક એસી ડ્રાઇવ ચોરીની પાંચ સામે નોંધાઇ ફરીયાદ
SHARE









મોરબીના લખધીરપુર રોડ ઉપર સિરામિક કારખાનામાંથી 18 ઇલેક્ટ્રીક એસી ડ્રાઇવ ચોરીની પાંચ સામે નોંધાઇ ફરીયાદ
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાંથી 18 ઈલેક્ટ્રીક એસિ ડ્રાઇવ ની ચોરી કરવા સબબ હાલમાં પાંચ શખ્સોની સામે કારખાનેદારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કમાં રહેતા બિપીનભાઇ ભુદરભાઇ પટેલ (37)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે લખધીરપુર રોડે સબવેય નનમનું તેઓનું કારખાના છે જેમાંથી 18 નંગ ઈલેક્ટ્રીક એસી ડ્રાઇવ જેની કિંમત 90સ હજારના મુદ્દામાલની ચોરી અંગેની તેમને ફરિયાદ નોંધાવેલ છે જેથી હાલમાં પોલીસે જોગુભાઇ અકમર ભાઈ બારીયા, રાકેશભાઈ જાનુભાઈ ખોખર, ઈમરાનભાઈ ગુલામભાઇ ખોલેરા અને મોહમ્મદ ગુલામહુસેન કચ્છી સામે ગુનો નોંધ્યો છે અને અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જોગુભાઈ, રાકેશભાઈ અને ઇમરાન ચોરાઉ ઈલેક્ટ્રીક એસી ડ્રાઇવ સાથે ઝડપાયા હતા ત્યાર બાદ હાલમાં આ સંદર્ભે કારખાનામાંથી ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે
