મોરબીની મહાવીર સોસાયટીમાંથી મંગેતરના પ્રેમીએ યુવાનનું અપહરણ કરીને 50 હજારની કરી માંગણી
SHARE









મોરબીની મહાવીર સોસાયટીમાંથી મંગેતરના પ્રેમીએ યુવાનનું અપહરણ કરીને 50 હજારની કરી માંગણી
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહાવીર સોસાયટીમાં રહેતા યુવાનની જામનગરમાં રહેતી યુવતી સાથે સગાઈ થઈ હતી જે યુવતીના પ્રેમી સહિત બે શખ્સો દ્વારા યુવાનના ઘરે આવીને તેને છરી બતાવીને યુવનનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ૫૦ હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી જે સંદર્ભે યુવાનના ભાભીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ તજવીજ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ જામજોધપુર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહાવીર સોસાયટીમાં રહેતા દિપ્તીબેન સ્વાધીનભાઈ પરસાણીયા જાતે પટેલ (ઉંમર વર્ષ 22)એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાહિલ સંધિ રહે. રાજકોટ અને જાવેદ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના દિયરની સગાઈ જામનગર રહેતી તુલસી નામની યુવતી સાથે થયેલ છે અને તે યુવતી સાથે ફોન ઉપર વાત કરતો હતો જે બાબતનો ખાર રાખીને સહિલ કે જે તુલસીને પ્રેમ કરે છે તે જાવીદને લઇને તેઓના ઘરે આવ્યો હતો અને બંને શખ્સોએ ઘરમાં પ્રવેશ કરીને ફરીયાદીના દિયરને છરી બતાવી હતી અને ધમકી આપી હતી બાદમાં તેને પકડીને પોતાના મોટર સાયકલમાં અપહરણ કરીને લઈ ગયા હતા અને ત્યારબાદ તેમણે દબાણ કરી છૂટવા માટે 50 હજાર રૂપિયાની માગણી કરી હતી હાલમાં આ અંગે દિપ્તીબેનએ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સાહિલ સંધિ અને જાવેદ નામના બંને શખ્સોને પકડવા માટે રહીને તજવીજ શરૂ કરે છે
