મોરબીની મહાવીર સોસાયટીમાંથી મંગેતરના પ્રેમીએ યુવાનનું અપહરણ કરીને 50 હજારની કરી માંગણી
મોરબીના અમરેલી ગામે વાડીમાં સાપ કરડી જતા સરાવારમાં ખસેડાયેલ યુવતીનું મોત
SHARE









મોરબીના અમરેલી ગામે વાડીમાં સાપ કરડી જતા સરાવારમાં ખસેડાયેલ યુવતીનું મોત
મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં વાડીએ યુવતીને સાપ કરડીસ જતા તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જોકે સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના અમરેલી ગામે રહેતા મોહનભાઈ વ્યાસની દીકરી મનિષાબેન (ઉ 18) હેમંતભાઈની વાડી હતી ત્યારે તેને સાપ કરડી જતા મનીષાબેનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન મનિષાબેનનું મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
