મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે કામ દરમિયાન પંખામાં દુપટ્ટો આવી જતા મહિલા સારવારમાં


SHARE











મોરબીના લાલપર ગામ પાસે કામ દરમિયાન પંખામાં દુપટ્ટો આવી જતા મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામની સીમમાં પાવર હાઉસની પાસે આવેલ કારખાનામાં કારખાનાની અંદર રહીને ત્યાં જ મજૂરી કામ કરતી મહિલા યુનિટમાં ઝાડુ મારતા હતા તે દરમિયાનમાં પંખામાં દુપટ્ટો આવી ગયો હતો.જેથી ગળેફાંસો આવી જતા તેણીને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે લાલપર ગામની સીમમાં પાવર હાઉસ નજીક આવેલ ઈમ્પોસ કંપની નામના યુનિટની અંદર લેબર કવાર્ટરમાં રહીને કારખાને અંદર મજૂરી કામ કરતા ગોરબારી અન્તુભાઈ બનારા (ઉમર ૨૫) નામની મજૂર મહિલા યુનિટમાં ઝાડુ મારતા હતા.તે દરમ્યાનમાં તેઓનો દુપટ્ટો પંખામાં આવી જતા ગળાના ભાગે ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યાં હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર જસપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.

વાહન અકસ્માતે ઇજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલ હરિપર ગામની ગોળાઇ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ઇજા પામેલા ગોવિંદરામ શીવસહાય ચૌહાન (ઉ.વ.૪૩) રહે.જયપુર રાજસ્થાનને તા.૯-૪ ના વહેલી સવારના સાડા ચારેક વાગ્યાના અરસામાં હરીપર ગામની ગોળાઇ પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા પગમા ઇજા પામેલ હાલતમાં મોરબીની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પ્રાથમીક તપાસ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ કરીને બનાવની માળીયા પોલીસને જાણ કરી હતી.ઇજાગ્રસ્તને નિર્મલભાઇએ સારવારમાં ખસેડયા હતા.તેઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આગળના જતા વાહનના ચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માતનો ભોગ બનેલ ગોવિંદરામે તેના વાહનની બ્રેક મારવી પડી હતી છતાં પણ તેનું વાહન આગળના વાહન સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેને ઈજા પહોંચી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માધાપરા વિસ્તારમાં શેરી નંબર-૨ માં રહેતા સાગરભાઇ દેવાભાઈ ડાભી નામના ૧૭ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.વધુમાં સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મહેન્દ્રપરા વિસ્તારમાંથી જુના બસ સ્ટેશન તરફ જતા સમયે બાઇક સાથે બાઇક અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં તેને ઈજા થતાં ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયા દ્વારા નોંધ કરીને તપાસ કરી હતી.






Latest News