મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને મરવા મજબૂર કરવાના ગુનામાં વ્યાજખોરની ધરપકડ


SHARE









મોરબીમાં યુવાનને મરવા મજબૂર કરવાના ગુનામાં વ્યાજખોરની ધરપકડ

મોરબી નજીકના મચ્છુ ત્રણ ડેમમાં ઝંપલાવીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક યુવાનના ભાઈએ ચાર વ્યાજખોર સહિત કુલ મળીને સાત શખ્સોની સામે તેના ભાઈને મરવા માટે મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના રવાપર ગામ પાસે ક્રિષ્ના સ્કૂલ સામે લોટસ ૧૫૮ ફ્લેટ નંબર ૨૮ બ્લોક નંબર ૪૦૩ માં રહેતા અનિલભાઈ કુંવરજીભાઈ ગોધવીયા જાતે પટેલ (૩૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા સાત શખ્સોની સામે તેના નાના ભાઈ રવિભાઈ કુંવરજીભાઈ ગોધવીયા (૩૫)ને મારવા મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપી દિનેશભાઈ આહિર, રાજુભાઈ બોરીચા, લાલાભાઇ અને ભાવેશભાઈ ગોધવીયા પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેના ભાઈએ આરોપીઓને રૂપિયા ચૂકવી દીધા હતા છતાં ધાક ધમકી આપીને તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તેમજ ફરિયાદીના ભાઈને જયેશભાઈ કાસુન્દ્રા, વિકાસભાઈ પડસુંબીયા અને સંજયભાઈ ભરવાડ પાસેથી વેપાર ધંધાના રૂપિયા લેવાના નીકળતા હતા તે રૂપિયા માંગતા તેઓએ સમયસર રૂપિયા નહીં આપીને તેમના ભાઇ ઉપર અસહ્ય માનસિક ત્રાસ આપીને હેરાન કરી તેના ભાઈ રવિને મરવા માટે મજબૂર કર્યો હતો. જેથી ફરિયાદીના ભાઈ રવિ ગોધવીયાએ ગત તા.૨૨-૨ ના રાત્રે આઠેક વાગ્યા પહેલા કોઈપણ સમયે મોરબી નજીકના મચ્છુ ત્રણ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જે ગુનામાં પહેલા આગોતરા જામીન લઈને આવેલ આરોપીઓ વિકાસ પડસુંબીયા, જયેશ તુલસીભાઈ કાસુન્દ્રા, સંજય રમેશભાઈ ઉર્ફે રૈયાભાઈ રાતડીયા, રાજેશ મેપાભાઈ જારીયા, દિનેશ ગગુભાઈ મકવાણા જાતે આહીર અને ભાવેશ ઉર્ફે ભાવિક ગણેશભાઈ ગોધાવિયાની નિયમ અનુસાર ધરપકડ કરીને પોલીસે કોર્ટનો આગોતરા જામીનનો હુકમ હોવાથી તેને જામીન મુક્ત કર્યા હતા જે ગુનામાં હાલમાં પોલીસે આરોપી રાજેશ ઉર્ફે રાજુ મગનભાઇ ડાંગર જાતે બોરીચા (૩૮) રહે. ખાખરાળા વાળાની ધરપકડ કરેલ છે




Latest News