મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને મરવા મજબૂર કરવાના ગુનામાં વ્યાજખોરની ધરપકડ


SHARE











મોરબીમાં યુવાનને મરવા મજબૂર કરવાના ગુનામાં વ્યાજખોરની ધરપકડ

મોરબી નજીકના મચ્છુ ત્રણ ડેમમાં ઝંપલાવીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક યુવાનના ભાઈએ ચાર વ્યાજખોર સહિત કુલ મળીને સાત શખ્સોની સામે તેના ભાઈને મરવા માટે મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના રવાપર ગામ પાસે ક્રિષ્ના સ્કૂલ સામે લોટસ ૧૫૮ ફ્લેટ નંબર ૨૮ બ્લોક નંબર ૪૦૩ માં રહેતા અનિલભાઈ કુંવરજીભાઈ ગોધવીયા જાતે પટેલ (૩૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા સાત શખ્સોની સામે તેના નાના ભાઈ રવિભાઈ કુંવરજીભાઈ ગોધવીયા (૩૫)ને મારવા મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપી દિનેશભાઈ આહિરરાજુભાઈ બોરીચાલાલાભાઇ અને ભાવેશભાઈ ગોધવીયા પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેના ભાઈએ આરોપીઓને રૂપિયા ચૂકવી દીધા હતા છતાં ધાક ધમકી આપીને તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તેમજ ફરિયાદીના ભાઈને જયેશભાઈ કાસુન્દ્રાવિકાસભાઈ પડસુંબીયા અને સંજયભાઈ ભરવાડ પાસેથી વેપાર ધંધાના રૂપિયા લેવાના નીકળતા હતા તે રૂપિયા માંગતા તેઓએ સમયસર રૂપિયા નહીં આપીને તેમના ભાઇ ઉપર અસહ્ય માનસિક ત્રાસ આપીને હેરાન કરી તેના ભાઈ રવિને મરવા માટે મજબૂર કર્યો હતો. જેથી ફરિયાદીના ભાઈ રવિ ગોધવીયાએ ગત તા.૨૨-૨ ના રાત્રે આઠેક વાગ્યા પહેલા કોઈપણ સમયે મોરબી નજીકના મચ્છુ ત્રણ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જે ગુનામાં પહેલા આગોતરા જામીન લઈને આવેલ આરોપીઓ વિકાસ પડસુંબીયાજયેશ તુલસીભાઈ કાસુન્દ્રા, સંજય રમેશભાઈ ઉર્ફે રૈયાભાઈ રાતડીયા, રાજેશ મેપાભાઈ જારીયા, દિનેશ ગગુભાઈ મકવાણા જાતે આહીર અને ભાવેશ ઉર્ફે ભાવિક ગણેશભાઈ ગોધાવિયાની નિયમ અનુસાર ધરપકડ કરીને પોલીસે કોર્ટનો આગોતરા જામીનનો હુકમ હોવાથી તેને જામીન મુક્ત કર્યા હતા જે ગુનામાં હાલમાં પોલીસે આરોપી રાજેશ ઉર્ફે રાજુ મગનભાઇ ડાંગર જાતે બોરીચા (૩૮) રહે. ખાખરાળા વાળાની ધરપકડ કરેલ છે






Latest News