વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગેઇટના બાંધકામ દરમિયાન સ્લેબ પડતા ચારને ઈજા


SHARE







મોરબીમાં ગેઇટના બાંધકામ દરમિયાન સ્લેબ પડતા ચારને ઈજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં ગેઇટનું કામ કરતાં સમયે સ્લેબ તૂટી પડ્યો હતો.જેથી કરીને ચાર લોકોને નાની મોટી ઈજાઓ થવાથી અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલા વેજીટેબલ રોડ ઉપર સોસાયટીનો ગેઇટ બનાવવાનું કામકાજ ચાલુ હતું.ત્રાપા-ટેકા ગોઠવીને માલ ભરાઇનું કામ ચાલુ હતુ તે દરમિયાન સ્લેબ પડી ગયો હતો.જેથી ઇજા પામેલ જોગડીયાભાઈ અચનભાઈ ગેહલોત (૪૦) રહે.વીસીપરા, મનસુખ મોહનભાઈ પરમાર (૩૩) રહે.નેક્સસ સિનેમા સામે કંડલા બાયપાસ મોરબી, વિનોદ કાળુભાઈ મહિડા (૧૮) રહે.વીસીપરા અને હારૂનભાઇ હમીરભાઈ કટિયા (૫૦) રહે.વીસીપરાને ઇજાઓ થઈ હતી જેથી ચારેય ઈજાગ્રસ્તોને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધા સારવારમાં

હળવદ તાલુકાના ચરાડવા ગામના રહેવાસી બચુબેન પ્રભુભાઈ માકાસણા નામના ૭૦ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસેથી કામ સબબ બહાર જતા હતા તે દરમિયાનમાં જાંબુડિયા ગામે આરટીઓ કચેરી નજીક તેના વાહન સાથે અન્ય વાહન અથડાતા તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં તેઓ નીચે પડી જતા પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.ત્યાંથી આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડીયાએ બનાવની નોંધ કરીને તપાસ કરી હતી.

સોડા સાથે ફીનાઇલ પી જતા સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે બે દિવસ પહેલા કિશન અરવિંદભાઈ સાધુ નામનો ૧૯ વર્ષનો યુવાન સોડાની સાથે ફીનાઇલ મિક્સ કરીને પી ગયો હતો.જેથી તેને અસર થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો અને સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયાએ તપાસ કરી હતી.જેમાં સામે આવ્યું હતું કે બે દિવસ પહેલા કચ્છના રાપર મુકામે કિશન સાધુ નામના યુવાને સોડાની સાથે ફિનાઈલ મિક્સ કરીને પીધી હતી અને બાદમાં અસર થતા સારવારમાં હાલ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે.તેની પ્રેમિકાની સગાઈ અન્યની સાથે કરી દેવાનું પ્રેમિકાના પિતાએ કહ્યું હોય તે બાબતનું માઠું લાગી આવતા તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..!






Latest News