બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મંજૂર


SHARE











મોરબીમાં એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મંજૂર

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસના ગુનામાં આરોપી પવિણ ઉર્ફે દિનેશ ભેરારામ ખિલોરીની ધરપકડ કરી હતી તેના જમીન માટેની અરજી મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ (એનડીપીએસ સ્પે. કોર્ટ)માં કરવામાં આવી હતી જેમાં આરોપીના જામીન કોર્ટે મંજૂર કરેલ છે

મોરબી સીટી બી ડિવીઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી કે, આરોપીઓ પાસેથી પાસ પરમીટ કે આધાર વગર માદક પદાર્થ ગાંજા તથા હિરોઈન ૧૪૯.૬૦ ગ્રામ કીમત રૂપીયા ૭,૪૮,૦૦૦ નો જથ્થો વેચાણ કરવાના ઈરાદે રાજસ્થાનથી લઈને આવીને પોતાની કબજા ભોગવટા વાળી જગ્યામાં રાખી રેઈડ દરમીયાન મળી આવેલ છે. તથા આરોપીઓની અંગજળતી દરમ્યાન મોબાઈલ સાથે મળી આવતા આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જેથી આરોપીએ મોરબીના જાણીતા એડ્વોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા મોરબીના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી આ જામીન અરજીના કામે બન્ને પક્ષેથી દલીલ કરવામાં આવી હતી અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે, આવો કોઈ ગુનો કરેલ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરીને જણાવેલ છે કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ અને સુપ્રીમ કોર્ટએ આપેલ જજમેન્ટ 'સંજય ચાંદ્રા વિ. સી.બી.આઈ' ને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી એડ્વોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News