બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૩ મી એપ્રિલના પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાશે, તા.૧૪ ના રાહત ભાવે પ્રાકૃતિક વસ્તુઓ મળશે


SHARE











મોરબીમાં ૧૩ મી એપ્રિલના પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાશે, તા.૧૪ ના રાહત ભાવે પ્રાકૃતિક વસ્તુઓ મળશે

મોરબીના ઉમા ટાઉનશીપમાં એફ-૫૦૨ પટેલ હાઇટ્સ ખાતે આગામી તા.૧૩ એપ્રિલને શનિવારના રોજ રાત્રે નવ કલાકે પીઠડનું પ્રખ્યાત શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામાપીરના જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે.મોરબીની ધર્મપ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા આયોજક લક્ષ્મણભાઈ સામજીભાઈ ટીટોડીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તથા વધુ માહિતી માટે મો.૯૬૮૭૬ ૫૦૯૫૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે મળશે

મોરબીના શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે તા.૧૪ ને રવિવારે સવારે ૮ થી ૧ નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે વસ્તુઓ મળશે.દરેક જાતના ફુલ છોડના કલમી રોપા, ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના બીયારણ દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર, ચુર્ણ, શુધ્ધ ચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા ઔષધ ચુર્ણ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી-પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મળશે.તેમજ ફુલછોડના કુંડા, ગાય આધારિત દેશી ખાતર અમારી સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડુત હાટ ભરે છે.વધુ માહિતી માટે પ્રમુખ વી.ડી.બાલા (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮), લવજીભાઈ પ્રજાપતિ (મો.૯૯૨૫૩ ૬૯૪૬૫) નો સંપર્ક કરવો.






Latest News