બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય બેકારીથી માનસિક હતાશ થઈ ગયેલ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય બેકારીથી માનસિક હતાશ થઈ ગયેલ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી તેમજ ભંગારને ફેરીનું કામકાજ કરતા મજુર યુવાનને છેલ્લા કેટલાક દિવસોથી કામ ધંધો મળતો ન હતો અને બેકારીથી કંટાળી જઇને માનસિક હતાશ થઈ ગયેલ આ યુવાને તેના ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું જેથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવેલ છે આ બનાવની જાણ કરવામાં આવતા મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા રાબેતા મુજબની તપાસ શરૂ કરાઈ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરીનું કામકાજ તેમજ ભંગારની ફેરીનું કામકાજ કરતા સુનિલ બાબુભાઇ વરાણીયા (૩૨) નામના યુવાને તેના ઘરે તા. ૧૦ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ અનિલભાઈ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર તપાસ માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જોકે મૃતકના પરિવારજનો મૃતદેહનું પીએમ કરાવવા ઇચ્છતા ન હોય પીએમ કરવામાં આવ્યું ન હતું અને હાલ પોલીસ દ્વારા મૃતકના ભાઈ અનિલભાઈનું નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં મૃતકના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, મૃતક સુનિલભાઈ છૂટક મજૂરી અને ભંગારની ફેરીનું કામકાજ કરતા હતા અને છેલ્લા કેટલાક સમયથી મજૂરી કામ તથા અન્ય ધંધો બરોબર ચાલતો ન હોય આર્થિક મુશ્કેલી હતી અને હતાશ થઈ જઈને તેઓએ આ પગલું ભરી લીધું હતું તેના અવસાનના પગલે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે

ઝેરી દવા

હળવદ તાલુકાના રણમલપુર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો મૂળ ધાંગધ્રા તાલુકાના એંજાર ગામનો રહેવાસી મેહુલભાઈ જેસીંગભાઇ ગેડાણી (૨૨) નામનો યુવાન દાડમમાં છાંટવાની દવા વાળા ગ્લાસમાંથી પાણી પી ગયો હતો.જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી તે યુવાનને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે ધાંગધ્રા અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને ત્યાં તે સારવાર હેઠળ છે.જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News