મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય બેકારીથી માનસિક હતાશ થઈ ગયેલ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબીમાં પત્ની સાથેની બોલાચાલી બાદ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત:પરિવારમા કલ્પાંત
SHARE
મોરબીમાં પત્ની સાથેની બોલાચાલી બાદ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત:પરિવારમા કલ્પાંત
મોરબીના મુનનગર વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડીંગનું બાંધકામ ચાલુ છે તે બિલ્ડીંગના બાંધકામમાં કડિયા કામની મજૂરી કરતા મૂળ છત્તીસગઢના યુવાને કામના સ્થળે ગળેફાંસો ખાઈને આઘાત કરી લીધો હતો.જેથી તેનું મોત નીપજયું હતું જેથી એક સંતાન અને પત્નીએ છત્રછાંયા ગુમાવી કલ્પાંત કર્યો હતો.બાદમાં મૃતકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લાતી પ્લોટ વિસ્તારની પાછળ આવેલા મુન નગર વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવાનું કામ ચાલુ છે અને આ બાંધકામમાં કડિયા કામની મજૂરી કરતા મૂળ છત્તીસગઢના પ્રભાતભાઈ જામલાલ અગરીયા (ઉમર આશરે ૩૦) એ તા.૧૧-૪ ના રોજ સવારના સાતેક વાગ્યા પહેલા કોઈપણ સમયે તે જયાં કામ કરતો હતો અને રહેતો હતો ત્યાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેનું મોત નીપજયું હતું.જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.આ બનાવની બાંધકામના સ્થળેથી વિપુલભાઇ મગનભાઇ કાચરોલા દ્રારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.વધુમાં પોલીસને બનાવની જાણ કરનારા વિપુલભાઇ કાચરોલા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓ દ્વારા મુનનગર વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને તેમાં કડિયા કામની મજૂરી માટે છત્તીસગઢના અમુક પરિવારો ત્યાં જ રહીને મજૂરી કામ કરે છે.જેમાં મૃતક પ્રભાતભાઈ અગરીયા જાતે લુહાર તેના પત્ની અને એક સંતાન સાથે ત્યાં જ રહીને મજૂરી કામ કરતો હતો.ત્યાં સાથે કામ કરતા લોકોના કહેવા મુજબ મૃતક યુવાનને તેની પત્ની સાથે કોઇ બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી ત્યાર બાદ તેણે આ અજુગતુ પગલું ભરી લેતા તેનું મોત નિપજેલ છે.
વાહન અકસ્માતમાં યુવાનને ઇજા