બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ પાસે અજાણ્યા શખ્સે માર મારતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીના જાંબુડીયા ગામ પાસે અજાણ્યા શખ્સે માર મારતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ પાવર હાઉસ નજીક યુવાનને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ એરોસન પાઈને પેલેટ નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો રાહુલ (૨૫) નામનો યુવાન જાંબુડીયા ગામ પાસે પાવર હાઉસ નજીક હતો ત્યારે ત્યાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તેને અજાણ્યા સાધન વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ છરી છે અને વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીમાં ભડીયાદ કાંટા પાસે રહેતા લક્ષ્મીબેન રમજાનભાઈ પીરજાદા (૨૫) નામની મહિલાને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એચ.એમ. મકવાણા દ્વારા કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા

ધાંગધ્રાના રહેવાસી પાટડીયા ભરતભાઈ હીરાભાઈ (૪૧) નામનો યુવાન ધાંગધ્રામાં આવેલ શાકમાર્કેટ પાસેથી ચાલીને જય રહ્યો હતો ત્યારે રિક્ષાવાળાએ તેને હડફેટે લેતા અકસ્માતના બનાવમાં તેને પગમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે આ બનાવની આગળની વધુ તપાસ એચ.એમ. મકવાણા દ્વારા કરવામાં આવી રહી છે જોકે બનાવ ધાંગધ્રા તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી કરીને ત્યાં બનાવની જાણ કરાશે

માર માર્યો

મોરબીના રંગપર ગામ પાસે આવેલ પેન્ટાગોન મિનરલના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતા સિંદૂ માથુર (૨૨) નામના વ્યક્તિને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News