બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરીના ગુનામાં બે શખ્સની ધરપકડ


SHARE











મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરીના ગુનામાં બે શખ્સની ધરપકડ

મોરબીના નવા ડેલા રોડ ઉપર ઘાંચી શેરીના નાકા પાસે એકટીવા વેપારીએ મૂક્યું હતું જે એકટીવાની ડેકીમાંથી રોકડા ૧.૫૯ લાખની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા વેપારીની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવામાં તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક શેરી નં-૧ માં રહેતા અને મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર દુકાન ધરાવતા વેપારી જમનાદાસ સુગારામ ગુવાલાણી જાતે સિંધી (૭૦) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કેગત તા.૫/૪ ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ઘાંચી શેરીના પાસે તેણે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ કયું ૫૦૨૨ પાર્ક કરીને મૂક્યું હતું અને ગણતરીની મિનિટોના એકટીવાની ડેકી તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રોકડા રૂપિયા ૧.૫૯ લાખની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ વેપારી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે આરોપી સુજીતભાઈ નારજીભાઈ ઈન્દ્રેકર જાતે છારા (૫૦) તથા ચેતન ઉર્ફે ચિંટુ વિજયભાઈ ઘમંડે જાતે છારા (૩૩) રહે. બંને કુબેરનગર છારાનગર સિંગલ ચાલી અમદાવાદ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સીરામીક કારખાનામાં કામ કરતી અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતી ચંચીબેન રાઠવા (૨૧) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હતી જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, યુવતી હાલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે






Latest News