બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીની શાળામાં ૬૦૦ વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ


SHARE











મોરબીની શાળામાં ૬૦૦ વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ

મોરબીની માધાપરવાડી કન્યા શાળા, વજેપરવાડી પ્રાથમિક શાળા, બોરીયાપાટી પ્રાથમિક શાળા, બુટાવાડી શાળાના વિદ્યાર્થીઓને ભુરજીભાઈ દયારામભાઈ પરમાર બુટાવાડીવાળા તરફથી શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવી હતી જેમાં સુંદર મજાના પ્લાસ્ટિક ફોલ્ડર પાઉચમાં પેન, પેન્સિલ, શાર્પનર ગણિતના સાધનો, ફૂટપટી, પેન, રબર, કટર વગેરે વસ્તુઓ અર્પણ કરવામાં આવી અને સાચા અર્થમાં શિક્ષણ ઉપયોગી દાન કરવામાં આવ્યું અને પોતાને રોજબરોજમાં આવતી શૈક્ષણિક વસ્તુ મળવાથી વિદ્યાર્થીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા હતા મોરબી જિલ્લા મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઇ વડસોલાએ દાતાની દિલેરીને હ્ર્દયપૂર્વક વધાવી હતી અને સમગ્ર શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ધીરજલાલ શામજીભાઈ પરમાર, કાળુભાઇ પરમાર, શાળાનો તમામ સ્ટાફ હાજર રહયો હતો






Latest News