માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

હળવદમાં યુવાનનું અપહરણ કરીને લૂંટ ચલાવનાર હાઈટેક ત્રિપુટીની ધરપકડ


SHARE













હળવદમાં યુવાનનું અપહરણ કરીને લૂંટ ચલાવનાર હાઈટેક ત્રિપુટીની ધરપકડ

હળવદમાં મોરબી ચોકડી પાસે રહેતા યુવાનના ગળે છરી મૂકીને સરા રોડ ઉપર નર્મદા કેનાલ પાસેથી બાઈકમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને એક રૂમ ઉપર લઈ જઈને ત્યાં માર માર્યો હતો તેમજ સુમસાન જગ્યાએ લઈ જઈને તેને લાકડીથી માર મારીને તેની પાસેથી રોકડા રૂપિયા ૪૫૦૦ તથા મોબાઈલ ફોન ઉપરથી ગૂગલ પે માં ૧૦,૦૦૦ ટ્રાન્સફર કરાવીને કુલ મળીને ૧૪,૫૦૦ ની લૂંટ કરવામાં આવેલ હતી જેની ફરિયાદ નોંધાયેલ હતી તેના આધારે પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં હળવદની મોરબી ચોકડી પાસે જહોન-ડીયર શોરૂમની પાછળના ભાગમાં ભાડાના મકાનમાં રહેતા પ્રકાશભાઈ ગોપાલભાઈ કુમાવત (૨૬) નામના યુવાને અજાણ્યા ત્રણ શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ફરિયાદી જણાવ્યુ હતું કે, હળવદના સરા રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલ પાસે તે તા.૧૦ ના રોજ રાત્રિના ૯:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન હાજર હતો ત્યારે ત્યાં અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા તેના ગળા ઉપર છરી મૂકીને તેનું બાઈક ઉપર અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને એક રૂમમાં લઈ જઈને ત્યાં ધોલ ધપાટ કરવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ ત્યાંથી તેને સૂમસાન જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં તેને લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી અને તેના પેન્ટના કિસ્સામાંથી રોકડા રૂપિયા ૪૫૦૦ તેમજ મોબાઇલ ફોનમાં ગૂગલ પે થી ૧૦,૦૦૦ ટ્રાન્સફર કરાવીએ કુલ ૧૪,૫૦૦ ની લૂંટ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાનની ફરિયાદ આધારે હળવદ તાલુકા પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને હળવદ ભવાનીનગર ફાટક પાસે હળવદ ધાંગધ્રા બાયપાસ રોડની સાઇડમાંથી પકડવામાં આવેલ છે જેમાં આરોપી સચીનભાઇ ઉર્ફે કાલી ભરતભાઇ ઉર્ફે મુન્નાભાઇ મીયાત્રા જાતે રાવળદેવ (૧૯), રવિભાઇ ટીનાભાઇ થરેશા જાતે કોળી (૨૪) અને અજયભાઇ વિનાભાઈ સુરેલા જાતે કોળી (૨૧) રહે. ત્રણેય પંચમુખી ઢોરો હળવદ વાળાનો સમાવેશ થાય છે આ આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ રકમ ઉપરાંત પોલીસે ત્રણ મોબાઈલ ફોન, ગુનાના કામે વાપરેલ બાઇક નંબર જીજે ૩૬ એડી ૧૭૬૫ અને જીજે ૩૬ એચ ૯૫૩૯ આમ કુલ મળીને ૩૯,૭૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે આ કામગીરી પીઆઇ આર.ટી. વ્યાસની સૂચના મુજબ પીએસઆઈ કે.એન. જેઠવા અને સ્ટાફના અજીતસિંહ એન. સીસોદીયા, સતીષભાઈ એસ. સરૈયા, દેવેન્દ્રસિંહ ડી.ઝાલા, ગંભીરસિંહ વી. ચૌહાણ, બીપીનભાઈ એમ. પરમાર, કમલેશભાઈ આર.પરમાર, સુખદેવભાઈ એમ. પરમાર, હિતેષભાઈ મહાદેવભાઈ, વિજયસિંહ અને મહેશભાઈ દ્રારા કરવામાં આવેલ છે






Latest News