બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મિલી પાર્કમાં ઘરે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીના મિલી પાર્કમાં ઘરે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે સીએનજી પમ્પની સામેના ભાગમાં આવેલ મિલી પાર્કમાં રહેતી મહિલાએ પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે સીએનજી પમ્પની સામેના ભાગમાં આવેલ મિલી પાર્કમાં રહેતા ધર્મિષ્ઠાબેન સતિષભાઈ કાવર જાતે પટેલ (૩૫) નામની પરિણીતાએ પોતે પોતાની જાતે પોતાના ઘરે ગત તા.૨/૪/૨૪ ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીમાં આવેલ  શ્યામ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલુ હતી દરમિયાન તેનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એલ. ઝાલા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો આઠ વર્ષનો હતો અને તે સાસુ સસરા સાથે જ રહેતા હતા અને તેને સંતાનમાં એક દીકરો હતો જો કે, મહિલાએ આ પગલું ભરી લેતા સંતાને માતાની છત્રછાયા ગુમાવી છે અને મહિલાએ કયા કરણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં હવે આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે






Latest News