વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાની લજાઈ ચોકડી પાસેથી તમંચા સાથે એકની ધરપકડ


SHARE







ટંકારાની લજાઈ ચોકડી પાસેથી તમંચા સાથે એકની ધરપકડ

ટંકારા તાલુકાની લજાઈ ચોકડી પાસે આવેલ ગુરુકૃપા ટી સ્ટોલની સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦૦૦૦ નું હથિયાર કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાની લજાઇ ચોકડી પાસે ગુરુકૃપા ટી સ્ટોલની સામેના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી કરણ ઉર્ફે મીઠો મહેન્દ્રભાઈ ચૌહાણ જાતે રજપૂત (૨૫) રહે. કુબેરનાથ રોડ લુહાર શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની સાથે રાખતો હતો તે દિશામાં હવે આગળની તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના સી.એસ. કડવાતર ચલાવી રહ્યા છે

દેશી દારૂની ભઠ્ઠી

હળવદ તાલુકાના રાયધ્રા ગામે ખોહલી માં ના મંદિરની બાજુમાં આવેલ આશ્રમની પાછળના ભાગમાં ખરાબાની ખુલી જગ્યામાં જાહેરમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ગેસનો બાટલો, ચૂલો, લોખંડનો ટીપણું તથા અન્ય મુદ્દા માલ તેમજ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને ૧૯૫૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, બુટલેગર હાજર ન હોય આ દેશી દારૂની ભઠ્ઠી શૈલેષભાઈ પ્રેમજીભાઈ કોળી રહે. રાયધ્રા તાલુકો હળવદ વાળાની હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News