મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૨૪ દર્દીઓએ લાભ લીધો


SHARE









મોરબીમાં ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૨૪ દર્દીઓએ લાભ લીધો

મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના જયેષ્ઠ પુત્ર ડૉ. પ્રશાંત મેરજાનું ૧૬ વર્ષ પહેલા કાર અકસ્માતમાં અકાળે અવસાન થયું હતું અને તેમની સ્મૃતિને જાળવી ગરીબ દર્દીઓને ફ્રી સારવાર આપવાના તેઓના વિચારને આકાર આપવા મોરબી ખાતે સર્વ રોગ નિદાન, સારવાર અને ફ્રી દવાનો મેડિકલ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં વિવિધ રોગોના ૨૨૪ દર્દીઓએ લાભ લીધો હતો. આ મેડિકલ કેમ્પમાં જનરલ ફીઝીશયન, ઓર્થોપેડિક સર્જન, કાન, નાક, ગળાના નિષ્ણાંત, આંખના સર્જન, ડેન્ટલ સર્જન, ચામડીના રોગોના નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત જેવી વિવિધ ફેકલ્ટીના તજજ્ઞ ડૉક્ટરોએ સેવા આપી હતી. આ મેડિકલ કેમ્પના આયોજક ડૉ. ભાવિન ગામી અને સન્ની બ્રિજેશ મેરજા સહિત ડૉ. પ્રશાંત મેરજા ફાઉન્ડેશનની સમગ્ર ટીમે દર્દીઓની ખડે પગે સેવા કરી હતી. મોરબીના વિવિધ ક્ષેત્રના અને વિવિધ સમાજના રાજકીય અગ્રણીઓ, સામાજીક અગ્રણીઓ, શૈક્ષણિક અગ્રણીઓ, ઉધ્યોગકારો વિગેરેએ આ મેડિકલ કેમ્પની મુલાકાત લઈ ડૉ. પ્રશાંત મેરજાને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ મેડિકલ કેમ્પ ડૉ. ભાવિન ગામીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. આ કેમ્પમાં ડૉ. હિતેષ કણઝારીયા, ડૉ. અક્ષય જાકાસણીયા, ડૉ. યોગેશ પેથાપરા, ડૉ. કિશન બોપલિયા, ડૉ. ભાવેશ શેરસીયા, ડૉ. મેહુલ પનારા તેમજ ડૉ. તૃપ્તિ સાવરીયાએ સેવા આપી હતી, જેનો પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ ખરા હ્રદયથી આભાર માન્યો હતો તેમજ આ મેડિકલ કેમ્પની મુલાકાત લેનાર સૌ અગ્રણીઓ પરત્વે પણ અહોભાવ વ્યક્ત કર્યો હતો.  




Latest News