માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જીમીત પટેલના ગોડાઉન સુધી કરોડોનો દારૂ-બીયર પહોચાડનાર ભરત મારવાડીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબી જીલ્લામાં જીમીત પટેલના ગોડાઉન સુધી કરોડોનો દારૂ-બીયર પહોચાડનાર ભરત મારવાડીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરીને ૧.૫૧ કરોડ રૂપિયાનો દારૂ તેમજ અન્ય મુદામાલ મળીને ૨.૨૦ કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ત્યારે ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે ગુનામાં મુખ્ય આરોપીઓને પકડવાના હજુ પણ બાકી છે ત્યારે છેલ્લે પકડાયેલા એક આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે તેવામાં મોરબી જીલ્લામાં જીમીત પટેલે ભાડે રાખેલા ગોડાઉન સુધી દારૂ અને બિયરનો જથ્થો સપ્લાઈ કરનારા સપ્લાયર તેના મુખ્ય ભાગીદાર ભરત મારવાડીની એસઓજીની ટીમે રાજસ્થાનથી ધરપકડ કરેલ હતી અને આ આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના લાલપર ગામ પાસે છેલ્લા પાંચ મહિનાથી ગોડાઉનને ભાડે રાખીને અમદાવાદનો લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ તેના રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે ભાગીદારી દારૂનો ધંધો કરતો હતો અને ત્રણ જીલ્લામાં દારૂની સપલાઈ કરવામાં આવી રહી હતી આ ગુનામાં પોલીસે રેડ કરી હતી ત્યારે ગોડાઉનના મેનેજર રમેશ પુંજા પટણી અને ત્યાં કામે રાખવામા આવેલ મજૂરો સહિત કુલ ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને માલ મંગાવનારા જીમિત શંકરભાઈ પટેલ સહિત કુલ મળીને ૨૧ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો અને જે સમયે લાલપર ગામે રેડ કરી હતી ત્યારે ૧,૫૧,૧૦,૩૪૦ ની કિંમતની ૬૧૧૫૨ દારૂની બોટલ તેમજ અન્ય મુદામાલ મળીને પોલીસે ૨,૨૦,૯૦,૪૪૦ નો મુદામાલા કબ્જે કર્યો હતો જો કે, માલ મંગાવનારા અમદાવાદનો બુટલેગર જીમિત શંકરભાઈ પટેલ તેમજ તેના બે ભાગીદાર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સહિતના ૧૧ આરોપીઓ આ ગુનામાં પકડવાના બાકી હતા જેમાંથી ક્રમશઃ આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે

થોડા સમય પહેલા જે ગાડી ત્યાંથી મળી આવી હતી તેના માલિક યુવરાજસિંહ પરમાર તેમજ કલ્પેશ જયંતિભાઈ અઘારા, આસિફ મન્સૂર મીર અને મેહુલ ઉર્ફે જગો ઉર્ફે ટાલો ગોવિંદભાઇ સાબરિયાની ધરપકડ કરી હતી જે પૈકીનો મેહુલ ઉર્ફે જગો ઉર્ફે ટાલો સાબરિયા હાલમાં રિમાન્ડ ઉપર છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે હજુ આ ગુનામાં હળવદ તાલુકાનાં કુખ્યાત બુટલેગર વિજય જયંતિભાઈ અઘારાને પકડવાનો પાકી છે તે ઉપરાંત હજુ મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓને પકડવાના બાકી છે જેથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે તેવામાં મોરબી જિલ્લા એસઓજીના પીએસઆઈ અંસરી અને તેની ટીમે આ ગુનામાં આરોપી ભરત ઉર્ફે વિજયભાઈ જીવરાજભાઈ ઉડેચા જાતે ઠક્કર (૪૭) રહે. બાખાસર તાલુકો સેડવા બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ હતી અને આ આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ મોરબીના લાલપર ગામે જીમીત પટેલના ગોડાઉનમાં જે દારૂનો જથ્થો મળી આવ્યો હતો તે તેના રાજસ્થાનના બે ભાગીદાર અને કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડીએ મોકલવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી આ આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને હાલમાં પોલીસે ભરત મારવાડી એટ્લે કે ભરત ઉર્ફે વિજયભાઈ જીવરાજભાઈ ઉડેચાની ધરપકડ કરેલ છે અને આ શખ્સને પંજાબ અને રાજસ્થાનમાં સંપર્ક હોવાથી તે ત્યાંથી દારૂ અને બિયરનો જથ્થો જીમીત પટેલના ગોડાઉન સુધી સપ્લાઈ કરનાર મુખ્ય સપ્લાયર છે અને ન માત્ર મોરબી જીલ્લામાં પરંતુ ગુજરાતનાં જુદાજુદા જિલ્લાઓમાં આ શખ્સ દ્વારા દારૂ અને બિયરની સપ્લાઈ કરવામાં આવતી હોવાનું પણ ચર્ચાઇ રહયું છે ત્યારે પોલીસે આરોપી ભરત ઉર્ફે વિજયભાઈ જીવરાજભાઈ ઉડેચાના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News