બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન


SHARE











મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે જે બ્રહ્મ પરિવારના ભાઈ અને બહેનોને ભાગ લેવો હોય તેઓની પાસેથી કોઈપણ એક ગીતનું વિડિયો રેકોર્ડિંગ મંગાવવામાં આવ્યું છે તેના આધારે આગામી દિવસોમાં આ કાર્યક્રમની તારીખ, સમય અને સ્થળ નક્કી કરવામાં આવશે

હાલમાં કરાઓકે સિંગીંગએ નવી ટેકનીક અને ટેકનોલોજીનું ગાયન સ્વરુપ છે જેના દ્વારા નવા કલાકારોને મંચ મળે છે ત્યારે બ્રહ્મ બંધુ ભગીનીઓને સ્ટેજ અને સાથે મનોરંજન પણ મળેએ હેતુથી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ આગામી મે કે જુન માહિનામાં રાખવામા આવશે અને આ કાર્યક્રમમાં કોઈપણ ઉંમરના મોરબી શહેરના બ્રહ્મ પરિવારના ભાઈ અને બહેનો ભાગ લઈ શકશે અને જેને ભાગ લેવો હોય તેઓએ પોતાનું નામ, સરનામું, ઉંમર, સંપર્ક નંબર સહિતની વિગતો સાથે કોઈપણ એક ગીતનું વિડિયો રેકોર્ડિંગ સંસ્થાના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીને (૮૭૮૦૨૮૭૨૨૦) ઉપર તા ૩૦/૪ સુધીમાં મોકલવાનું રહેશે અને આ કાર્યક્રમ માટે સ્થાન, તારીખ અને સમય વગેરે વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે તેવું પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી અને અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા તેમજ કમલભાઈ દવે, મિલેશભાઈ ડી. જોષી, અમુલભાઈ જોષી, કેયુરભાઈ પંડ્યાએ જણાવ્યુ છે






Latest News