મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આચારસહિંતા અંતર્ગત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર ૯૫ લાખનો ખર્ચ કરી શકે


SHARE













મોરબી જીલ્લામાં આચારસહિંતા અંતર્ગત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર ૯૫ લાખનો ખર્ચ કરી શકે

ચૂંટણી જાહેર થતા જ અખબારોમાં ખાસ વાંચવામાં આવે છે 'આદર્શ આચાર સંહિતા'. ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતાના પાલન ઉપર જિલ્લા તંત્ર દ્વારા વિશેષ ભાર મુકવામાં આવે છે. ચૂંટણી પ્રક્રિયામાં આ શબ્દ ખુબ જ અગત્યનો છે. શા કારણે લાદવામાં આવે છે આદર્શ આચાર સંહિતા જેના પાછળના કારણો પણ રસપ્રદ છે.

આદર્શ આચારસંહિતા (મૉડલ કોડ ઑફ કન્ડક્ટ) ચૂંટણી પંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે, જેનું પાલન કરવું જરૂરી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગુ થઈ જાય છે, અને પરિણામ આવે એટલે તે સમાપ્ત થઈ જાય છે. અને આચાર સંહિતાના માધ્યમથીએ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ રાજકીય પક્ષ, કેન્દ્ર કે રાજ્ય પોતાના અધિકારીક પદોનો ચૂંટણીના પ્રચાર માટે દુરુપયોગ ન કરે. જેના દ્વારા સામાન્ય જનતામાં કોઇ એક પક્ષ પ્રત્યે વધારે કે વિશેષ પ્રચારનો અવકાશ ન રહેતા, તમામ પક્ષોને જનતા સુધી પોતાની વાત મુકવાની સમાન તક મળે, અને જનતાને વિશ્વાસ બેસે છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ રહી છે.

આચાર સંહિતા લાગુ થયા બાદ શું ન કરી શકાય? તેની વાત કરીએ તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી., કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચના કર્મચારીઓ તરીકે જ કામ કરે છે. એટલે સરકાર કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી, અને જરૂરી જ હોય તો ચૂંટણી પંચની મંજૂરી બાદ જ બદલી કરી શકાય છે., સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નહીં કરી શકાય., ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે., કોઈ વિશેષ પાર્ટીને ફાયદો થતો હોય તેવા આયોજન કે યોજનામાં સરકારી નાણાં વાપરી નહીં શકાય., સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગેનાં લગાવેલાં પોસ્ટર્સ હટાવી દેવામાં આવે છે.,  મતદાનના દિવસે દારૂની દુકાનો બંધ રહે છે. મતદારોને દારૂ કે પૈસા આપવાની મનાઈ હોય છે., જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચાર સંહિતાનો ભંગ કરે તો ચૂંટણી પંચ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે.

મોરબી જિલ્લામાં પણ આદર્શ આચાર સંહિતા (એમસીસી) નો ભંગ બાબતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ઉપરાંત જાગૃત નાગરિકો ઓનલાઇન પણ ફરિયાદ નોંધાવી શકે તે માટે તેમજ National Grievance Service Portal (www.eci.gov.in) તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ નિવારણ માટે cVIGIL એપ્લિકેશન બનાવવામાં આવી છે. cVIGIL એપ્લિકેશન મારફત મળેલી ફરિયાદનું માત્ર ૧૦૦ મીનિટમાં નિવારણ કરવાની સાથે ફરિયાદીનું નામ ગોપનીય રાખવામાં આવે છે. દરેક જિલ્લામાં જિલ્લા માહિતી કચેરી અને ચૂંટણી શાખા દ્વારા મીડિયા સેન્ટર અને MCMC સમિતિ બનાવવામાં આવે છે જેના દ્વારા મીડિયા સર્ટિફિકેશન અને મોનીટરીંગની કામગીરીના ભાગરૂપે સ્થાનિક ન્યુઝ ચેનલ ઉપર ઉમેદવાર દ્વારા કરવામાં આવતા પ્રચાર ઉપર બાજ નજર રાખી તમામની નોંધણી કરવામાં આવે છે. અહિ રસપ્રદ બાબત એ છે કે, દરેક ચૂંટણીમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણી દરમિયાન કરવામાં આવતા ખર્ચના હિસાબો માટે ચૂંટણી પંચની સૂચના મુજબ વિવિધ વસ્તુઓ અને બાબતોના નક્કી કરવામાં આવેલા ભાવો મુજબ જ ખર્ચ કરી શકે છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારના ખર્ચની મર્યાદા રૂ. ૯૫,૦૦,૦૦૦/- ચૂંટણી પંચ દ્વારા નક્કિ કરવામાં આવી છે. કોઇ ઉમેદાવાર તેનાથી વધારે ખર્ચ ના કરે તે માટે વિવિધ ટીમો આ ખર્ચ ઉપર નજર રાખે છે.

આ સાથે ખુબ જ જરૂરી છે ઉમેદવારો કોઇ પણ નાગરિકને પોતાને વોટ આપવા માટે કોઇ પણ પ્રકારના પ્રલોભનો ન આપે તેની. જેના માટે એક્ષપેન્ડીચર મોનીટરીંગ કમીટી બનાવવામાં આવે છે. જેમાં ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ અને વિડીયો સર્વેલન્સ ટીમ બનાવવામાં આવે છે. આ ટીમ ૪ થી ૫ મેમ્બરની બનેલી હોય છે. સ્કવોર્ડના મુખ્ય અધિકારી, પોલીસકર્મી, વિડિયોગ્રાફર, તથા અન્ય ૨ કે ૩ સ્કવોર્ડ કર્મચારીઓ મળી એક-એક ટીમ જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર ચકાસણી કરતી હોય છે. વાત કરીએ મોરબી જિલ્લાની તો, નોડલ ઓફીસર ફોર એક્ષ્પેન્ડીંચર તરીકે જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિને નિયુક્ત કરવામાં આવ્યા છે. ફલાઇંગ સ્કવોર્ડની ટીમો ગત તા.૧૬/૩ થી જ કાર્યરત કરવામાં આવી છે. એક્ષ્પેન્ડીંચર એટલે કે ચૂંટણી ખર્ચ દેખરેખ માટે પણ વિવિધ ટીમો બનાવવામાં આવી છે






Latest News