બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનેદારને ૨૭ ટકા ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી: જાનથી મારી નાખવાની ધમકી


SHARE











મોરબીમાં કારખાનેદારને ૨૭ ટકા ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં સેન્ટરવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદાર દ્વારા રૂપિયાની જરૂર હોવાથી ૨૭ ટકા ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજખોરે તેની પાસેથી કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી અને અવારનવાર તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કારખાનેદાર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ખરેડા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં આવેલા સેન્ટરવ્યુ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૨૦૨ માં રહેતા રમેશભાઈ તળશીભાઇ ડઢાણીયા જાતે પટેલ (૪૯)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ ડાંગર રહે. કોયલી તાલુકો મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેને અલગ અલગ સમયે પૈસાની જરૂર હોવાથી તેને આરોપી પાસેથી આઠ લાખ રૂપિયા ૨૭ ટકાના ઉંચા વ્યાજે લીધા હતા અને ત્યારબાદ આરોપી દ્વારા ફરિયાદ પાસેથી પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨) તથા મનીલેન્ડર્સ એકટ- ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.એન. ભટ્ટ ચલાવી રહ્યા છે

એક બોટલ દારૂ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ખ્વાજા પેલેસ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો અને તે સમયે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી મહીપતભાઈ મનજીભાઈ દેલવાણીયા જાતે દેવીપુજક (૩૫) રહે. વાવડી રોડ ગણેશ નગર બાવળીયાપીરની દરગાહ પાસે મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News