બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ ૧૧,૦૦૦ ના મુદામાલ સાથે પકડાયો: રાજકોટના શખ્સની શોધખોળ


SHARE











મોરબીમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ ૧૧,૦૦૦ ના મુદામાલ સાથે પકડાયો: રાજકોટના શખ્સની શોધખોળ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કૂલની પાછળના ભાગમાં ગ્રાઉન્ડમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ ૧૧,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની પાસેથી રાજકોટના એક શખ્સનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલની પાછળના ભાગમાં આવેલ ગ્રાઉન્ડમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઓનલાઈન ક્રિકેટ ગુરુ એપ્લિકેશનમાં જોઈને તેના ઉપરથી રનફેરનો જુગાર રમતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૧૧૦૦ તથા ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને ૧૧,૧૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી જયદીપભાઇ મહેશભાઈ લો જાતે પટેલ (૨૯) રહે. રવાપર ગામ રામજી મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ રાજકોટમાં રહેતા કલ્પેશભાઈ સાથે ઓનલાઇન ક્રિકેટ મેચ જોઈને રનફેરનો જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને રાજકોટના રહેતા કલ્પેશભાઈને પકડવા માટે થઈને પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળ કાર્યવાહી છે

વરલી જુગાર

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામના પાટીયા પાસે રવિ પ્લાઝા કોમ્પલેક્ષ નજીક વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૭૩૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આરોપી જીવરાજભાઈ શંકરભાઈ ધામેચા જાતે કોળી (૪૭) રહે. રણછોડનગર સાઈબાબા મંદિરની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News