બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE











મોરબી નજીક કારખાનામાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ

દાહોદના ગરબાડા પોલીસ સ્ટેશનમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાના આરોપીઓ મોરબી તાલુકા વિસ્તારમાં હોવાની હકીકત મળી હતી તેના આધારે ત્યાની પોલીસ મોરબી આવી હતી અને મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને ત્રણ આરોપીઓની ધરપકડ કરીને સાથે લઈ ગઈ હોવાની માહિતી જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં તથા ખેતીમાં રોજગારી માટે તેને બીજા જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકોમાંથી ઘણા બધા લોકો પોતાના વતનમાં ગુના કરીને આવતા હોય છે અને ત્યારબાદ ત્યાંની પોલીસ અહીં આવીને આરોપીઓની ધરપકડ કરતી હોય તેવું અનેક વખત સામે આવ્યું છે તેવામાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાના આરોપીઓ મોરબી તાલુકા વિસ્તારમાં હોવાની હકીકત મળી હતી જેના આધારે ત્યાંના ઇન્ચાર્જ પીઆઇ એસ.વી. વસાવા અને તેની ટીમ મોરબી આવી હતી અને મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને મોરબીના બેલા ગામ નજીક ગ્લોબલ સીરામીકના લેબલ કવાર્ટરમાંથી આરોપી સંતોષ મહેશભાઈ જાના રહે. એમપી, લાલુભાઇ પટેલિયા રહે. એમપી અને અનિલ ખાપરા રહે. ગરબાડા તાલુકો દાહોદ વાળાની ધરપકડ કરીને અહીંથી ગરબાડા લઈ જવામાં આવ્યા હોવાનું મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર મંદિરની પાછળના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મુકેશભાઈ પ્રવીણભાઈ દેગામા (૩૨) રહે. શોભેસ્વર રોડ મહાદેવ મંદિર પાછળ વાળાને ઇજાઓ થયો હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે






Latest News