હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ઘોર કળયુગ: મોરબીમાં વૃદ્ધ માતા પિતાને સગા દીકરાએ માર માર્યો, બંને સારવારમાં


SHARE













ઘોર કળયુગ: મોરબીમાં વૃદ્ધ માતા પિતાને સગા દીકરાએ માર માર્યો, બંને સારવારમાં

મોરબીના સમગ્ર વિસ્તારમાં માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધ માતા પિતાને તેના દીકરાને માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના માળિયા ફાટક ચોકડી નજીક આવેલ કાંતિનગરમાં રહેતા સુરેશભાઈ જીવણભાઈ ડાભી (૬૦) અને કુંવરબેન સુરેશભાઈ ડાભી (૫૯) નામના વૃદ્ધ દંપતીને તેના જ દીકરાએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તે બંનેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે સુરેશભાઈ અને તેના પત્ની કુંવરબેનને તેના દીકરાએ જ માર માર્યો હોવાથી ઇજા પામેલ દંપતિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પીધું

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા સરસ્વતીબેન નરેશભાઈ મકવાણા (૩૮) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા જયંતીભાઈ અરજણભાઈ મારવાણીયા (૬૫) નામના વૃદ્ધ ઈશ્વરનગરથી ચરાડવા તરફ વાડી વિસ્તારમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનની હડફેટે ચડી જતા તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News