બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે ટ્રેક્ટર સાથે ટ્રેક્ટર અથડાતા આધેડ ઇજાગ્રસ્ત, સારવારમાં


SHARE











મોરબીના ખાનપર ગામે ટ્રેક્ટર સાથે ટ્રેક્ટર અથડાતા આધેડ ઇજાગ્રસ્ત, સારવારમાં

મોરબી તાલુકાના ખાનપર ગામે મંદિર નજીકથી ટ્રેક્ટર લઈને જતા આધેડનું ટ્રેક્ટર અન્ય ટ્રેકટર સાથે અથડાયું હતું.આ બનાવમાં ઇજા પામેલ આધેડને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બાબતે વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ કચ્છના બંધળી ગામના રબારીવાસ વિસ્તારના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના ખાનપર ગામે રહીને કામકાજ કરતા પલાભાઈ સોમાભાઈ રબારી નામના ૫૦ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તા.૧૬-૪ ના બપોરના અઢી વાગ્યાના અરસામાં ખાનપર ગામે આવેલ ગોમટેશ્વર મહાદેવ મંદિર નજીકથી તેઓ ટ્રેક્ટર લઈને જતા હતા ત્યારે તેમના ટ્રેક્ટર સાથે અન્ય ટ્રેક્ટર અથડાયું હતું.જે બનાવમાં ઇજાઓ થતા પલાભાઇ રબારીને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.હાલ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

દંપતિ ઇજાગ્રસ્ત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ નવી પીપળી ગામે રહેતા દિપકભાઈ ભુપતભાઈ બાટીયા (૨૪) અને ગોપીબેન દીપકભાઈ બાટીયા (૧૯) ને વાંકાનેર હાઇવે મકનસર ગામ પાસે અકસ્માતે ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા આ બાબતે તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાના જણાવ્યા પ્રમાણે તેઓ સર્વિસ રોડ ઉપરથી મેઇન રોડ ઉપર આવતા હતા ત્યારે બાજુમાંથી મોટું વાહન નીકળતા તેઓ હેબતાઇ ગયા હતા અને પડી જતા તેઓને ઈજાઓ થઈ હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલ નજીક રહેતા હસમુખભાઈ ભીખાભાઈ જગોદરા નામના ૪૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થવાથી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તા.૧૫ ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં રફાળેશ્વરના રસ્તેથી તે બાઈક લઈને આવતો હતો ત્યારે તેનું બાઈક પાણીપુરીની લારી સાથે અથડાતા અકસ્માત થયો હતો.જેમા તેને ઈજા થતાં સારવાર માટે લઈ જવાયો હતો.આ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એયએમ.જાપડીયાએ તપાસ કરી હતી.






Latest News