હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામ પાસેનો બનાવ : ડમ્પર ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા ઇજા પામે યુવાન રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીના જોધપર ગામ પાસેનો બનાવ : ડમ્પર ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા ઇજા પામે યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના જોધપર નદી ગામ પાસેથી મોટરસાયકલ લઈને જતાં યુવાનના મોટરસાયકલને કોઈ ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું.આ બનાવમાં ઇજા પામેલ મકનસરના યુવાનને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા દાનાભાઈ કરમશીભાઈ રાવાડી (ઉંમર ૪૫) નામનો યુવાન મોરબીના જોધપર નદી ગામ પાસેથી મોટરસાયકલ લઈને જતો હતો ત્યારે રસ્તામાં અજાણ્યા ડમ્પરના ચાલકે તેને મોટરસાયકલ સહિત હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં દાનાભાઈ કરમશીભાઈ ટને સારવાર માટે રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરવામાં આવેલ છે જેની આગળની બીટ જમાદાર એમ.જે.કહાંગરા ચલાવી રહ્યા છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા દયાબેન ધીરુભાઈ બાવાજી (૪૦) ને માળીયા ફાટક પાસે તેમના પતિ દ્વારા માર મારવામાં આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.હોસ્પિટલેથી યાદી આવતા બી ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. મકવાણા દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

બાઈક સ્લીપ થતા ઇજા

હળવદ તાલુકાના રણમલપુર ગામે કેવડાવાળી વાડી ખાતે રહેતા વાલજીભાઈ દિત્યાભાઇ નાયકા નામનો ૨૪ વર્ષનો યુવાન ગામમાંથી વાડી બાજુ જતો હતો ત્યારે કુડા જવાના રસ્તા ઉપર તેનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.જે બનાવમાં ઈજા પામેલ વાલજીભાઈ નાયકાને મોરબીની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કર્યા બાદ પોલીસમાં જાણ કરાતા અકસ્માત બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.

આધેડ સારવારમાં

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપમાં આવેલ વૈભવ વીલામાં રહેતા પ્રાણજીવનભાઈ માવજીભાઈ વિરમગામા નામના ૫૮ વર્ષના આધેડને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.આ બાબતે વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓ રંગપર ગામ પાસે આવેલ નાલા નજીકથી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઈજાઓ થતાં પ્રાણજીવનભાઈ વિરમગામાને સારવાર માટે લઈ જવાયા હતા.હાલ તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર આ બાબતે તપાસ ચલાવી રહ્યા છે.




Latest News