બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જારીયા પરિવાર દ્વારા કથા સાથે યોજાયેલ રાજભા ગઢવીના ડાયરામાં ડોલર ઊડ્યાં: ધારાસભ્યએ પણ કથાનો લાભ લીધો


SHARE











મોરબીમાં જારીયા પરિવાર દ્વારા કથા સાથે યોજાયેલ રાજભા ગઢવીના ડાયરામાં ડોલર ઊડ્યાં: ધારાસભ્યએ પણ કથાનો લાભ લીધો

મોરબીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સાથે તા ૧૮ ના રોજ જાણીતા કલાકાર રાજભા ગઢવીના લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જારીયા પરિવાર સહિત અનેક લોકો લોકડાયરામાં આવ્યા હતા અને મોરબી સદભાવના હોસ્પિટલની બાજુમાં આવેલ બોયઝ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ (શ્રીકૃષ્ણ ધામ) ખાતે રાજભા ગઢવી અને તેના સાથી કલાકારોએ લોકડાયરામાં જમાવટ કરી હતી ત્યારે કલાકાર ઉપર મોરબીના દાતા વરસી ગયા હતા અને રાજભા ગઢવીના આ લોક સાહિત્યના ડાયરામાં એક જ રાતમાં અંદાજે ૧૦ લાખથી વધુનો વરસાદ કરવામાં આવ્યો હતો જેની વધુમાં નિર્મલભાઇ જારીયા પાસેથી મળેલ માહિતી મુજબ રાજભા ગઢવીના લોકડાયરામા અંદાજે ૧૦ લાખથી વધુનું ભંડોળ એકત્રિત થયેલ છે જે આગમી દિવસોમાં ગૌશાળા, વૃદ્ધાશ્રમ અને અંધાશ્રમ સહિતના સ્થળેઓ સેવકાર્યમાં વાપરવામાં આવશે આ કથામાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો






Latest News