મોરબી કલેક્ટર કચેરીમાં ખર્ચ નિરીક્ષકની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ
મોરબી અભયમ ટીમે કાઉન્સિલિંગ કરી ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન
SHARE







મોરબી અભયમ ટીમે કાઉન્સિલિંગ કરી ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન
મોરબીમાં ઘરેથી મહિલા નીકળી ગઈ હતી અને કોઈ વ્યક્તિએ અભયમ ટીમને તે મહિલાની જાણ કરી હતી જેથી કરીને અભયમ ટીમે કાઉન્સિલિંગ કરીને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું તેના પતિ સાથે મિલન કરાવ્યુ હતું
મોરબીના એક સજ્જન વ્યક્તિ દ્વારા ૧૮૧ અભયમ ટીમને ફોન કર્યો હતો અને એક મહિલા મળી આવેલ છે તેની મદદ કરવા માટે કહ્યું હતું જેથી કરીને ૧૮૧ ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ દક્ષાબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે ગયા હતા અને તે મહિલાને સૌપ્રથમ સાંત્વના આપી હતી અને ત્યારબાદ સજ્જન વ્યક્તિ સાથે ચર્ચા કરતા તેમણે જણાવેલ હતું કે આ મહિલા ક્યારના અહીંયા એકલા બેઠા છે અને કશું બોલતા નથી ત્યારબાદ મહિલાનું કાઉન્સલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ? ક્યાંથી આવ્યા ? વગેરે પૂછવાના ઘણા પ્રયત્ન કરેલ હતા ત્યારબાદ મહિલાએ જણાવેલ કે તેઓ ઝારખંડના છે અને અહીંયા તેઓ કંપનીમાં કામ કરવા માટે તેમના પતિ તેમજ ભાઈ ભેગા આવેલ છે પરંતુ તેમના પતિ જોડે ઝઘડો થતા તેઓ તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે ત્યારબાદ મહિલાને સલાહ સુચન માર્ગદર્શન આપેલ અને સમજાવેલ કે હવે પછી તેમના પતિ તેમજ ભાઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં અને પછી તે ક્યાં રહે છે તેનું સરનામું જણાવ્યા પ્રમાણે તેમના પતિનો સંપર્ક કરીને તેઓને સોંપેલ છે ત્યારબાદ તેમના પતિનું કાઉન્સલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ કોઈને ખબર ન હતી અને તેઓ પણ ચિંતિત હતા જો કે અભયમ ટીમે તેઓને તેની પત્ની સાથે મેળવ્યા હતા તે બદલ તેઓએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો
