મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખીને છુટા પથ્થરના ઘા કરતાં યુવાનની આંખનો ડોળો ફૂટી ગયો: ચાર શખ્સોની ધરપકડ


SHARE













વાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખીને છુટા પથ્થરના ઘા કરતાં યુવાનની આંખનો ડોળો ફૂટી ગયો: ચાર શખ્સોની ધરપકડ

વાંકાનેર નજીક આવેલ ભોજપરા ગામે વાદી વસાહતમાં રહેતા યુવાન સાથે જૂની અદાવતનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા તેના ઘર ઉપર છુટા પથ્થરના ઘા કરવામાં આવી રહ્યા હતા ત્યારે યુવાને ઘરની બહાર નીકળીને પથ્થરના ઘા કરવાની ના પાડી હતી તેમ છતાં પણ ચારેય શખ્સોએ પથ્થરના ઘા ચાલુ રાખ્યા હતા દરમિયાન યુવાનને ડાબી આંખના ડોળા ઉપર પત્થર વાગતા આંખનો ડોળો ફૂટી જવાથી તેને ગંભીરતા થઈ હતી તેમ છતાં પણ આરોપીઓ દ્વારા પથ્થરના ઘા કરવામાં આવતા હતા અને ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ભોજપરા ગામે વાદી વસાહતમાં રહેતા અને મજૂરી કામ કરતા જાલમનાથ બાગનાથ બાંભણિયા જાતે વાદી મદારી (૨૮) નામના યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રોબળનાથ સુમરનાથ પરમાર, રૂમાલનાથ સુરમાનાથ પરમાર, બહાદુરનાથ સુરમનાથ પરમાર અને જોગનાથ કાળુનાથ પરમાર રહે. બધા વાદી વસાહત ભોજપરા ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, આરોપીઓએ જુની અદાવતનો ખાર રાખીને તેની શેરીમાં તથા ઘર ઉપર પથ્થરના છુટા ઘા કર્યા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને બહાર નીકળીને પથ્થરના ઘા કરવાની ના પાડી હતી તેમ છતાં પણ આરોપીઓએ ગાળો આપીને પથ્થરના છુટા ઘા કરવાનું ચાલુ રાખ્યું હતું અને ત્યારે રોબળનાથ પરમાર દ્વારા કરવામાં આવેલ પથ્થરનો ઘા ફરિયાદીની ડાબી આંખમાં વાગતા ડાબી આંખનો ડોળો ફૂટી જવાના કારણે તેને ગંભીર ઇજા થઈ હતી અને તેમ છતાં પણ આરોપીઓએ તેના ઘર ઉપર પથ્થરના ઘા ચાલુ રાખ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા પછી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે રોબળનાથ સુમરનાથ પરમાર, રૂમાલનાથ સુરમાનાથ પરમાર, બહાદુરનાથ સુરમનાથ પરમાર અને જોગનાથ કાળુનાથ પરમાર રહે. બધા વાદી વસાહત ભોજપરા ગામ વાળાની સામે ગુનો નોંધીને હાલમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ કરેલ છે

ફિનાઇલ પીધું

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દ્રનગર વિસ્તારમાં રહેતા જોત્સનાબેન રતિલાલ મુછડીયા (૩૫) નામના મહિલા પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તેને ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પરણીતાનો લગ્ન ગાળો દોઢ વર્ષનો હોવાથી આ બનાવ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. જે. એલ. ઝાલા ચલાવી રહ્યા છે




Latest News