સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું ટંકારાના નસીતપર ગામ પાસે આવેલ કારખાનામાં ચક્કર આવતા પડી જવાથી ઇજા પામેલા યુવનનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં પ્રેમ સંબંધ બાબતે યુવાન ઉપર થયેલ હુમલાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી


SHARE











મોરબીના લાતી પ્લોટમાં પ્રેમ સંબંધ બાબતે યુવાન ઉપર થયેલ હુમલાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં યુવાન ઉપર છરી તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને તેને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં કુલ ત્રણ પૈકીનાં બે શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને એક બાળકિશોર હોય તેની સામે પણ નિયમનુસાર કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટમાં શેરી નં-૨ માં અમિત સુરેશભાઈ ઝિંઝુવાડીયા કોળી (૨૪) રહે. ગણેશનગર વાવડી રોડ મોરબી વાળા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગણેશનગર વિસ્તારમાં રહેતા ભરત ડાભી, હેમંતભાઈ ડાભી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે રાજન ડાભીએ તેને કહ્યું હતું કે મારી બહેન સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છેતેમ કહીને ઝઘડો બોલાચાલી કરી હતી ગાળો આપી હતી અને ઢિકાપાટુ અને લાતો વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ફરિયાદીને છરી વડે માથાના ભાગે ઘા મારીને ઇજા કરી હતી અને ભરત ડાભીએ પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને અમિત કોળીએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી ભરત અવચરભાઈ ડાભી (૩૫) અને હેમત અવચરભાઈ ડાભી (૩૭) રહે. બંને ગણેશનગર વાવડી રોડ મોરબી વાળાની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને મારામારીના આ ગુનામાં એક બાળકિશોરનો સમાવેશ થતો હોય તેને સામે તે બીટ વિસ્તારના જમાદાર એ.એમ. જાપડીયા દ્વારા નિયમનુસાર કાર્યવાહી કરવામાં હતી






Latest News