મોરબીના લાતી પ્લોટમાં પ્રેમ સંબંધ બાબતે યુવાન ઉપર થયેલ હુમલાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી
મોરબીમાં પોકસો-અપહરણ અને દુષ્કર્મના ગુનામા નિદૉષ છુટકારો
SHARE









મોરબીમાં પોકસો-અપહરણ અને દુષ્કર્મના ગુનામા નિદૉષ છુટકારો
મોરબી જીલ્લાના મોરબી તાલુકાના ફરિયાદીની સગીરવયની પુત્રીનું લગ્ન કરવાના ઈરાદે ગત તા.૨૭-૧-૧૪ ના રોજ આરોપી શૈલેષ પરસોતમભાઈ રહે. મોરબી સામે સગીરાનું અપહરણ કરીને જુદી-જુદી જગ્યાઓએ લઈ જઈને સગીરા સાથે શરીર સંબંધ બાંધીને બળાત્કાર કરવાનો આક્ષેપ થતાં આરોપી સામે મોરબી સીટી પોલીસ દ્વારા સગીરનું તેના વાલીપણામાંથી અપહરણ તથા બળાત્કાર તથા પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
આ બાબત મોરબી સીટી બી ડીવીઝનમાં ગુના રજી. નંબર ૧૦૯/૨૦૧૪ માં ગુનો દાખલ થયેલ.આરોપી વિરુધ્ધ પુરતો પુરાવો જણાતા તપાસ અધિકારીએ આરોપી સામે ચાર્જશીટ શ્રી મોરબી મહે.સ્પે.પોકસો કોર્ટેમાં રજુ કરતા આરોપી સામે સ્પે.પોકસો કેસ નં.૨૭/૨૦૧૬ થી કેસ દાખલ થયેલ હતો.આ કેશ મોરબીના મહે.સ્પે.પોકસો કોર્ટેમા ચાલી જતાં સ્પે.પોકસો કોર્ટેના જજ શ્રી ડી.પી. મહીડાએ સરકારી વકીલ તથા આરોપીના વકીલની દલીલો સાંભળીને તમામ પુરાવાઓને ધ્યાનમા લઈ આ કામના અરોપી શૈલેષ પરશોતમભાઇને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.આ કામે આરોપી તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ. રોકાએલ હતા.
