સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું ટંકારાના નસીતપર ગામ પાસે આવેલ કારખાનામાં ચક્કર આવતા પડી જવાથી ઇજા પામેલા યુવનનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી
Breaking news
Morbi Today

મોરબીમાં પોકસો-અપહરણ અને દુષ્કર્મના ગુનામા નિદૉષ છુટકારો


SHARE











મોરબીમાં પોકસો-અપહરણ અને દુષ્કર્મના ગુનામા નિદૉષ છુટકારો

મોરબી જીલ્લાના મોરબી તાલુકાના ફરિયાદીની સગીરવયની પુત્રીનું લગ્ન કરવાના ઈરાદે ગત તા.૨૭-૧-૧૪ ના રોજ આરોપી શૈલેષ પરસોતમભાઈ રહે. મોરબી સામે સગીરાનું અપહરણ કરીને જુદી-જુદી જગ્યાઓએ લઈ જઈને સગીરા સાથે શરીર સંબંધ બાંધીને બળાત્કાર કરવાનો આક્ષેપ થતાં આરોપી સામે મોરબી સીટી પોલીસ દ્વારા સગીરનું તેના વાલીપણામાંથી અપહરણ તથા બળાત્કાર તથા પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

આ બાબત મોરબી સીટી બી ડીવીઝનમાં ગુના રજી. નંબર ૧૦૯/૨૦૧૪ માં ગુનો દાખલ થયેલ.આરોપી વિરુધ્ધ પુરતો પુરાવો જણાતા તપાસ અધિકારીએ આરોપી સામે ચાર્જશીટ શ્રી મોરબી મહે.સ્પે.પોકસો કોર્ટેમાં રજુ કરતા આરોપી સામે સ્પે.પોકસો કેસ નં.૨૭/૨૦૧૬ થી કેસ દાખલ થયેલ હતો.આ કેશ મોરબીના મહે.સ્પે.પોકસો કોર્ટેમા ચાલી જતાં સ્પે.પોકસો કોર્ટેના જજ શ્રી ડી.પી. મહીડાએ સરકારી વકીલ તથા આરોપીના વકીલની દલીલો સાંભળીને તમામ પુરાવાઓને ધ્યાનમા લઈ આ કામના અરોપી શૈલેષ પરશોતમભાઇને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.આ કામે આરોપી તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ. રોકાએલ હતા.






Latest News