વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ કાપડની દુકાનેથી વેપારી યુવાન ગુમ


SHARE







મોરબીના શનાળા રોડે આવેલ કાપડની દુકાનેથી વેપારી યુવાન ગુમ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધા પાર્ક સોસાયટીમાં રહેતો અને સનાળા રોડ ઉપર કપડાની દુકાન ધરાવતો યુવાન કોઈ કારણોસર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ગુમ થયેલા યુવાનના પત્નીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા તેજલબેન કરણભાઈ બારડ જાતે રજપુત (૨૪)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેઓના પતિ કરણભાઈ અનિલભાઈ બારડ જાતે રજપૂત (૨૫) રહે. રાધાપાર્ક વાળા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ શ્લોક કોમ્પ્લેક્સમાં તેની કપડાની દુકાનેથી કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને યુવાનના પત્નીએ આપેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે ગુમ થયેલા યુવાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

ફિનાઇલ પીધું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા મંજુબેન રણછોડભાઈ જાદવ (૫૦) નામના આધેડ મહિલાએ પોતે ઘરે હતા ત્યારે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ બીપીની બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું છે તેવું પ્રાથમિક તપાસવા સામે આવેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે આવેલ મિલેનિયમ સીરામીક નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇમરાન તોફિક પઠાણ (૩૨) નામના યુવાનને ઇજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ સબળસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી




Latest News