મોરબીના જોધપર નદી ગામે યુવાને પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું-મોત
મોરબીના લાતી પ્લોટમાં પ્રેમ સંબંધ બાબતે યુવાન ઉપર થયેલ હુમલાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી
SHARE









મોરબીના લાતી પ્લોટમાં પ્રેમ સંબંધ બાબતે યુવાન ઉપર થયેલ હુમલાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં યુવાન ઉપર છરી તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને તેને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં કુલ ત્રણ પૈકીનાં બે શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને એક બાળકિશોર હોય તેની સામે પણ નિયમનુસાર કાર્યવાહી કરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટમાં શેરી નં-૨ માં અમિત સુરેશભાઈ ઝિંઝુવાડીયા કોળી (૨૪) રહે. ગણેશનગર વાવડી રોડ મોરબી વાળા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગણેશનગર વિસ્તારમાં રહેતા ભરત ડાભી, હેમંતભાઈ ડાભી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે રાજન ડાભીએ તેને કહ્યું હતું કે “મારી બહેન સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છે” તેમ કહીને ઝઘડો બોલાચાલી કરી હતી ગાળો આપી હતી અને ઢિકાપાટુ અને લાતો વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ફરિયાદીને છરી વડે માથાના ભાગે ઘા મારીને ઇજા કરી હતી અને ભરત ડાભીએ પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને અમિત કોળીએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી ભરત અવચરભાઈ ડાભી (૩૫) અને હેમત અવચરભાઈ ડાભી (૩૭) રહે. બંને ગણેશનગર વાવડી રોડ મોરબી વાળાની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને મારામારીના આ ગુનામાં એક બાળકિશોરનો સમાવેશ થતો હોય તેને સામે તે બીટ વિસ્તારના જમાદાર એ.એમ. જાપડીયા દ્વારા નિયમનુસાર કાર્યવાહી કરવામાં હતી
