મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રીમોનસૂન કામગીરીમાં બેદરકારી રાખનારા પાલિકાના અધિકારી-કર્મચારી સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ


SHARE







મોરબીમાં પ્રીમોનસૂન કામગીરીમાં બેદરકારી રાખનારા પાલિકાના અધિકારી-કર્મચારી સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ

મોરબી પાલિકા દ્વારા હજુ સુધી પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને પ્રીમોનસૂન કામગીરી કરવામાં ધોરબેદરકારી દાખવનારા મોરબી પાલિકાના અધિકારી અને કર્મચારીઓ સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ છે

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં દર વર્ષે ચોમાસા પહેલા પાલિકા દ્વારા પ્રીમોનસૂન કામગીરી કરવામાં આવતી હોય છે જોકે ચાલુ વર્ષે ચોમાસુ માથે આવીને ઊભું છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા મોરબીમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેના જે રાજાશાહી વખતના વોંકળા છે તેની સાફ-સફાઈ કરવામાં આવી નથી અને તેમાં થઈ ગયેલા દબાણોને હટાવવા માટેની પણ લેસમાત્ર કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી નથી ત્યારે દર વર્ષે ચોમાસામાં વરસાદ પડે ત્યારે ઠેર ઠેર પાણી ભરવા અને ગંદકી થવી તે સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે અને ઘણી જગ્યાએ વરસાદી પાણીના નિકાલ કરવા માટે થઈને ગટરના ઢાંકણા ખોલી નાખવામાં આવતા હોય જીવલેણ અકસ્માત સર્જાય તેવી પણ શક્યતાઓ હોય છે જેથી કરીને આવી ધોરબેદરકારી દાખવનારા મોરબી નગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ છે અને તેની સાથોસાથ મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના જે વોંકળા આવેલ છે તેની તાત્કાલિક ધોરણે સાફ-સફાઈ કરાવવામાં આવે તેની સાથે વરસાદી પાણીના નિકાલમાં કોઈપણ દબાણ હોય તે તમામ દબાણોને તોડી પાડવામાં આવે તેવી  માંગ છે






Latest News