મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

હળવદમાં યુવાને અંતિમ પગલું ભર્યું: વાંકાનેરના જોધપર ગામે વાડીએ હાર્ટએટેકથી આધેડનું મોત


SHARE













હળવદમાં યુવાને અંતિમ પગલું ભર્યું: વાંકાનેરના જોધપર ગામે વાડીએ હાર્ટએટેકથી આધેડનું મોત

હળવદ તાલુકાના જુના દલિતવાસમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મૃતકના મોટાભાઈએ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ ઉપર રહેતા ગીરીશભાઈ દુધાભાઈ પરમાર જાતે અનુ.જાતિ (૩૬) એ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના મોટાભાઈ ધર્મેન્દ્રભાઈ દુધાભાઈ પરમાર (૪૦) એ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એચ.ડી.સરૈયા ચલાવી રહ્યા છે

હાર્ટએટેકથી આધેડનું મોત

વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા આધેડ કાંતિભાઈ કેશુભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (૫૫) જોધપર ગામે વાડીએ હતા અને ખાટલામાં સુતા હતા ત્યારે કંઈ બોલતા ચાલતા ન હતા અને બેભાન થઈ ગયા હતા જેથી હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News