મોરબીના બે યુવાન અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાયા
SHARE
મોરબીના બે યુવાન અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાયા
ભારત સરકાર દ્વારા આર્મી નેવી એરફોર્સમાં જોડાવા માટે યુવાનો ખૂબ જ મહેનત કરતાં હોય છે તેવામાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબી જીલ્લામાં એમ.એમ. સાયન્સ કોલેજમાં અનેસીસીના વિદ્યાર્થીઓમાં અગ્નિવીરમાં જોડવવા માટે ખુબ ઉત્સાહ જોવા મળે છે અને હાલમાં મોરબી જિલ્લામાંથી બે વિદ્યાર્થીઓ કુકડિયા પ્રદિપ ભરતભાઈ તેમજ બાર મેહુલ રમેશભાઇને અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે તે બદલ સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદિપભાઈ, ટ્રસ્ટી રજનીભાઇ, દેવાંગભાઈ તેમજ આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજના આચાર્યો તેમજ એનસીસી ઓફિસર દ્વારા અગ્નિવીરમાં પસંદગી થયેલા બન્ને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું