મોરબીના ઊંચી-નીચે માંડલ વચ્ચે પગપાળા જતા યુવાનને અજાણ્યા વાહને હડફેટ લેતા રાજકોટ ખસેડાયો
મોરબીના લખધીરપુર રોડે અજાણ્યા ઇસમોએ એટીએમ પાસે માથાકૂટ કરીને યુવાનને સાથળ-માથાના ભાગે છરીના ઘા ઝીકયા
SHARE
મોરબીના લખધીરપુર રોડે અજાણ્યા ઇસમોએ એટીએમ પાસે માથાકૂટ કરીને યુવાનને સાથળ-માથાના ભાગે છરીના ઘા ઝીકયા
મોરબીના લખધીરપુર રોડ ઉપર પસાર થઈ રહેલા યુવાન સાથે અજાણ્યા ઇસમો દ્વારા એટીએમની બહારના ભાગમાં માથાકૂટ કરીને સાથળ અને માથાના ભાગે છરી વડે ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિજન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી આસપાસના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો તથા ખેતીવાડીમાં રોજગારી મેળવવા માટે ઘણા આવતા પરિવારોમાંથી રાત્રિના સમયગાળા દરમિયાન કામકાજ પૂરું કરીને જઈ રહેલા એકલદોકલ વ્યક્તિઓને નિશાન બનાવીને તેના ઉપર છરી વડે હુમલા કરવામાં આવતા હોય તેવી ઘટનાઓ અત્યાર સુધીમાં અનેક વખત બની ચૂકી છે તેમાંથી પાસેરામાં પૂણી સમાન કહી શકાય તેટલી ઘટનાઓ પણ પોલીસ ચોપડે ચડતી નથી તે હકીકત છે તેવામાં મોરબી નજીકના લાલપર ગામ પાસે ઓરડીમાં રહેતો વિશાલ રામપ્રસાદ (૨૫) નામનો યુવાન તેની સાથે અગાઉ કામ કરતાં વ્યક્તિની ખબર કાઢવા માટે થઈને મોરબી શહેરમાં વજેપર વિસ્તારમાં આવ્યો હતો અને ત્યાંથી તે પાછો પોતાની રૂમે જતો હતો દરમિયાન લખધીરપુર રોડ ઉપર હાર્ડવેરની દુકાન સામેથી તે જઈ રહ્યો હતો ત્યારે શક્તિ ચેમ્બર નજીક રાતે પોણા બારેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા એટીએમની બહારના ભાગમાં તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે તેને સાથળ અને માથાના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હતા. જેથી કરીને ઈજા પામેલા યુવાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મારા મારીમાં ઇજા
મોરબીના નવલખી બાઇપાસ રોડ ઉપર આવેલ ઓવરબ્રિજ નજીક ઝુપડામાં રહેતા સુરેશ વિનુભાઈ જમોડીયા (૨૫) અને સંજય વિનુભાઈ જમોડીયા (૨૨) નામના બે યુવાનોને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાર બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી