મોરબીના ઇન્દીરાનગર, ગોકુલનગર અને ગાંધી સોસાયટી વિસ્તારમાં દારૂની રેડ ૯૩ બોટલ મળી, કાર્યવાહી શરૂ હળવદમાં યોજાયેલ મેગા મેડીકલ કેમ્પનો 1750 દર્દીઓએ લાભ લીધો મોરબી જિલ્લામાં વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટે આગામી ૪ જાન્યુઆરીનાં રોજ સંમેલન યોજાશે મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે એકટીવા મુકીને કોલેજીયન યુવતી ગુમ : શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર ગામ પાસે અજાણ્યા વાહન પાછળ ઇકો ગાડી અથડાતાં એક યુવાનનું મોત, એકને ઇજા હળવદમાં પરિણીતા સાથે મિત્રતા રાખનાર યુવાનને મહિલાના પતિ સહિત પાંચ શખ્સોએ પાઇપ, સળિયા તથા ધોકા વડે મારમાર્યો રશિયન સરકાર ઉપર કર્યા ગંભીર આક્ષેપ, ભારત સરકાર પાસે માંગી મદદ: યુક્રેનમાં યુધ્ધ કેદી તરીકે પકડાયેલ મોરબીના સાહિલ માજોઠીના વધુ બે વિડીયો વાયરલ હાઇટેક પોલીસ: માળીયા (મી)ના વીરવિદરકા પાસે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરીને 3700 લિટર આથો-830 લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી-નીચે માંડલ વચ્ચે પગપાળા જતા યુવાનને અજાણ્યા વાહને હડફેટ લેતા રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના ઊંચી-નીચે માંડલ વચ્ચે પગપાળા જતા યુવાનને અજાણ્યા વાહને હડફેટ લેતા રાજકોટ ખસેડાયો

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી-નીચી માંડલ ગામની વચ્ચે રાત્રિ દરમિયાન પગપાળા જતા યુવાનને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશનો વતની શ્યામલાલ રામચંદ્ર રામ નામનો યુવાન મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી-નીચી માંડલ ગામ વચ્ચેથી પગપાળા રોડની સાઈડમાંથી જતો હતો ત્યારે ત્યાં તેને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટ લેતા ઈજા પામેલ શ્યામલાલને અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપીને હાલત ગંભીર ગણાતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસ મથકે યાદી મોકલવામાં આવતા હાલ બનાવ સંદર્ભે નોંધ કરીને તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે અને અકસ્માત સર્જીને વાહન ચાલકને પકડવા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરી છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ તુલસી પાર્ક વિસ્તારમાં રહેતા કીર્તિબેન બાબુભાઈ મકવાણા નામના ૩૪ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલએ લઈ જવામાં આવ્યા હતા.વધુમાં પોલીસસુત્રોના જણાવ્યા મુજબ લજાઈ ગામથી મોરબી બાજુ આવતા સમયે ચાલુ ગાડીએ વીકી નામની વ્યક્તિ દ્વારા તેઓને માર મારવામાં આવ્યો હોવાની તેઓને સારવાર માટે લઇ જવાયા હતા ત્યાં હોસ્પીટલ ખાતેથી પોલીસમાં જાણ કરવામાં આવેલ હોવાથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને મારામારીના બનાવ અંગે આગળની તપાસ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ રોડ ઉપર માંડલ ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.આ બનાવમાં મહેન્દ્રભાઈ ભરતભાઈ ભીમાણી (ઉમર ૩૧) રહે.નીલકંઠ પેલેસ મહેન્દ્રનગર તા.જી.મોરબીને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ઈજાઓ પહોંચી હતી.જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.તેઓને જમણા હાથે અને પગે ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હોય બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવળીયારી કેનાલ નજીક રહેતો નાનસિંગ બરેલા નામનો ૩૦ વર્ષનો યુવાન પાવળીયારી નજીકથી જઈ રહ્યો હતો ત્યારે તેને વાહન અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર જનકસિંહ પરમાર દ્રારા બનાવની નોંધ કરીને બનાવ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News