મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું નાની વાવડી રામાપીર મંદિરે કરાયું આયોજન


SHARE







મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું નાની વાવડી રામાપીર મંદિરે કરાયું આયોજન

ભારત વિકાસ પરિષદ મોરબી  દ્વારા વૃક્ષદેવ પરિચય કાર્યશાળા નું આયોજન નાની વાવડી, રામાપીર મંદિર ખાતે કરવામાં આવેલ હતું અને વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ્ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા,પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે માનનીય વૈદ કિરીટસિંહ ઝાલા  દ્વારા લગભગ ૪૦ જેટલી ઔષધીય વનસ્પતિનો પરિચય કરાવેલ અને વનસ્પતિ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.આ કાર્યશાળામાં ૪૦ જેટલા ભાઈ અને બાળકો ઊપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં ગો-પાલક ,નિવૃત ગ્રામ સેવક, પ્રકૃતિપ્રેમી પ્રાણજીવન ભાઈ કાલરીયા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા, ભારત વિકાસ પરિષદના સભ્ય અને કાર્યક્રમ સંયોજક વિનોદભાઈ મકવાણા, નાની વાવડીના વિઠ્ઠલબાપા, નથુભાઈ, અમુભાઈ, માવજીભાઇ, જગદીશભાઈ રામજીભાઈ, હિંમતભાઈ મારવાણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ મકવાણાએ કર્યું હતું.




Latest News