મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું નાની વાવડી રામાપીર મંદિરે કરાયું આયોજન
મોરબી : માળિયા(મિં.) ના હરિપર ગામ પાસે બંધ પડેલા પીકઅપ વાહનને ટ્રક ચાલકે હડફેટ લેતા ભીમગુડાના યુવાનનું મોત
SHARE
મોરબી : માળિયા(મિં.) ના હરિપર ગામ પાસે બંધ પડેલા પીકઅપ વાહનને ટ્રક ચાલકે હડફેટ લેતા ભીમગુડાના યુવાનનું મોત
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના હરીપર ગામ પાસેથી સુરજબારી બાજુ જવાના રસ્તે દેવ સોલ્ટ નજીક ગઈકાલ બપોરના સમયે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં રોડ સાઈડમાં બંધ થઈને ઉભેલા છોટાહાથી ટાઇપ પીકઅપ વાહનને ટ્રકના ચાલકે હડફેટે લેતા છોટાહાથીમાં રીપેરીંગ કે પંચરનું કામકાજ કરી રહેલ મૂળ વાંકાનેરના ભીમગુડા ગામના ભરવાડ યુવાનનું મોત નીપજ્યું હતું.બનાવ સંદર્ભે જાણ થતા હાલ માળિયા પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
ઉપરોક્ત વાહન અકસ્માત બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે તેમજ માળિયા મીંયાણા પોલીસ સ્ટેશનના ગીરીશભાઈ મારૂણીયા પાસેથી મળતી વિગતો મુજબ મોરબીના માળિયા મીંયાણા તાલુકાના હરીપર ગામ પાસે આવેલ દેવ સોલ્ટ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બપોરના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં છોટાહાથી ટાઈપ પીકઅપ વાહન કોઈ રીતે બંધ પડ્યું હોય તેનું રીપેરીંગનું કામ ચાલુ હતુ તે દરમિયાનમાં પાછળથી ટ્રક ચાલકે તે બંધ પજેલા વાહનને હડફેટે લીધું હતું આ બનાવમાં મહેશભાઈ કાળાભાઈ મુંધવા જાતે ભરવાડ (ઉમર ૨૯) રહે.ભીમગુડા તા.વાંકાનેર જી.મોરબીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા અને અહીં પહોંચ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન મહેશભાઈ મુંધવા નામના યુવાનનું મોત નીપજ્યું હતું.હોસ્પિટલ તરફથી પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલી હતી.જોકે બનાવ માળીયા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ દ્વારા માળીયા પોલીસ સ્ટેશનએ જાણ કરવામાં આવી હતી.જેથી માળીયા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયાએ આ બનાવની પ્રાથમિક નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે. અત્રે નોંધનીય છે કે માળિયા મીંયાણાના હરીપર ગામ પાસેની ગોળાઈ નજીક વર્ષ દરમિયાનમાં અનેક વાહન અકસ્માતો બને છે.જેમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટે છે જ્યારે અનેકને કાયમી ખોડખીપણ સર્જાય તેવા અકસ્માતો અહિં સમયાંતરે બને છે ત્યારે.નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પણ ત્યાં સર્વે કરાવવો જોઈએ અને જો હાઇવેની ડિઝાઇનમાં કોઈ ટેકનિકલ ખામી જણાય તો તે દૂર કરવી જોઈએ જેથી મહામુલી માનવ જીંદગીઓને મોતના ખપ્પરમાં હોમાતી અટકાવી શકાય તેવી હવે લોકોમાંથી પણ માંગ ઉઠી રહી છે.
રફાળેશ્વર અકસ્માતમાં બે લોકોને ઇજા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે અકસ્માત બનાવમાં ધીરૂભા પંચાલસિંહ સોલંકી (૫૫) રહે.મકનસર તા.જી.મોરબી અને દેવાંન ગબાભાઈ ચૌહાણ (૪૦) રહે.લીલાપર રોડ મોરબીને ઇજાઓ થતા બંનેને સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ ઉપરોક્ત અકસ્માત બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આ અકસ્માત બનાવની નોંધ કરીને તે દિશામાં આગળની તપાસ શરૂ કરાયેલ છે.
વાહન અકસ્માતમાં યુવાનને ઇજા
મોરબીના રહેવાસી ક્રિષ્નપાલસિંહ વિક્રમસિંહ જાડેજા નામના ૧૭ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ક્રિષ્નપાલસિંહ વિક્રમસિંહ જાડેજા કામ સબબ ઘરેથી દુકાને જતો હતો ત્યારે રસ્તામાં મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ સર્કિટ હાઉસની સામેના ભાગે તેનું બાઇક સ્લીપ થઈ ગયુ હતુ.જેથી જમણા હાથના ભાગે ઇજા પામેલ હાલતમાં તેને ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરાયેલ છે.