મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના શેખરડી ગામે બે પરિવાર વચ્ચે ધીંગાણું: તિક્ષ્ણ હથિયારના ઘા ઝીક્યા, પાંચ વ્યક્તિઓ સારવારમાં


SHARE







વાંકાનેર તાલુકાના શેખરડી ગામે આજે મોડી સાંજે વાટુકિયા અને મકવાણા પરિવારના લોકો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને પાંચ વ્યક્તિઓને ઈજાઓ થતા ઇજાગ્રસ્ત પ્રથમ સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બે વ્યક્તિઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે તેવી પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થયા છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના શેખરડી ગામે મારામારીનો બનાવ બન્યો છે જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હાલમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે જેથી કરીને હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ છે તેમજ જે વ્યક્તિઓને મારામારીના આ બનાવની અંદર ઇજા થયેલ હતી તેમાંથી બે વ્યક્તિઓને તીક્ષ્ણ અત્યારના ઘા મારવામાં આવ્યા હોવાથી તેને વધુ સારવાર માટે વાંકાનેર થી રાજકોટ લઈ જવામાં આવેલ છે જો કે કયા કારણોસર શેખરડી ગામે મકવાણા અને વાટુકિયા પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બનેલ છે તેની વિગતો હજુ સામે આવી નથી જોકે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ભોગ બનેલા વ્યક્તિઓની ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે






Latest News