મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાન્સપોર્ટરને તેના પૂર્વ કર્મચારી સહિત ત્રણ શખ્સે ધંધાનો ખાર રાખીને લોખંડની ટામી વડે માર માર્યો


SHARE





મોરબીમાં ટ્રાન્સપોર્ટરને તેના પૂર્વ કર્મચારી સહિત ત્રણ શખ્સે ધંધાનો ખાર રાખીને લોખંડની ટામી વડે માર માર્યો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામની સીમમાં સીરામીક કારખાનામાં માટી ખાતાની અંદર બોયલ મીલ પાસે ત્રણ યુવાન કામ કરી રહ્યા હતા ત્યારે સ્લરીના કૂવામાં ઉતરીને માટી સાફ કરતા સમયે કોઈ કારણોસર ત્રણેયને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત નીપજયું હતું અને બે યુવાન સારવારમાં છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના પત્ની દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ચંન્દ્રેશનગર મુનનગર ચોક પાસે આરાધના-૦૧ ત્રીજા માળે બ્લોક નંબર ૩૦૨ માં રહેતા નરેન્દ્રસિંહ પોપટભા ગોહિલ જાતે રાજપુત (૪૮) એ હાલમાં વનરાજભાઈ હુંબલ રહે. આરાધના-૦૨ સાતમા માળે ચંન્દ્રેશનગર મુનનગર ચોક મોરબી, હુશેનભાઈ અને જગાભાઈની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી પંચાસર રોડ જુના ઉમા હોલની સામે શોપીંગ સેન્ટર પાસે તે હતા ત્યારે ત્રણેય આરોપીઓએ વારા ફરતી ત્યાં આવીને ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને મુંઢ ઈજા કરી હતી તેમજ આરોપી વનરાજભાઈ હુંબલે ફરિયાદીને પોતાના હાથમાં રહેલ લોખંડની ટામી વડે એક ઘા છાતીની ડાબી સાઈડે પાંસળીઓમાં માર્યો હતો જેથી કરીને તેને ત્રણ પાંસળીઓમાં ઈજા થયેલ હતી અને આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આઇ.પી.સી કલમ ૩૨૫૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ- ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે અને આ બનાવ વિષે ભોગ બનેલા યુવાનના ભાઈની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે વનરાજભાઈ હુંબલે ધંધાની હરીફાઈનો ખાર રાખીને તેના ભાઈને માર માર્યો છે વધુમાં મળતી માહિતી મુજબ વનરાજભાઈ હુંબલ અને હુશેનભાઈ પહેલ ફરિયાદીને ત્યાં કામ કરતાં હતા અને બે દિવસ પહેલા તેની સાથે ફોનમાં વાત થયેલ હતી જે બાબતે કેમ ફોનમાં ધમકી આપતો હતો તેવું કહીને તેને આ ત્રણેય શખ્સોએ ફરિયાદી યુવાનને માર માર્યો હતો




Latest News